• Home
  • News
  • ભારત કોઈ ડંપિંગ બજાર નથી, અમેરિકાએ આ વાત સમજવાની જરૂર- રામ માધવ
post

ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું હતું કે અમારો પક્ષ એવા વિચારોનું સ્વાગત કરે છે કે જે ભારતે પોતાના હિતોની કાળજી રાખી મોટાભાગના દેશો સાથે જોડાવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 11:48:21

નવી દિલ્હી: ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું હતું કે અમારો પક્ષ એવા વિચારોનું સ્વાગત કરે છે કે જે ભારતે પોતાના હિતોની કાળજી રાખી મોટાભાગના દેશો સાથે જોડાવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર ભાગીદારીનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે. પરંતુ એક વાત કે જે અમેરિકાએ સમજવાની જરૂર છે, તે એ છે કે અમે એક ડંપિંગ બજાર નથી.

સરકાર ઈચ્છે છે કે ભારત ઘરેલુ બજાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ને આગળ વધારી ટ્રેડિંગ હબ તરીકે ઉભરીને સામે આવે. નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) ને સંબોધિત કરતા માધવે કહ્યું હતું કે રક્ષા, સંચાર, ઉર્જા અને સ્વાસ્થ્ય સેવા મુખ્ય ક્ષેત્ર છે. આજે અમારી પાસે વ્યાપારિક સમજૂતીને ડીલ કરવા માટે સૌથી સારું મગજ ધરાવી છીએ. ચીન ભારતનો નજીકનો પડોશી છે અને અમે વૈશ્વિક તથા ક્ષેત્રિય દબાવોથી ઉપર સમજૂતીને જોવાની જરૂર છે.

માધવે કહ્યું હતું કે જે રીતે ભારત અને ચીન બન્ને આગળ વધી રહ્યા છે, એકબીજાના સ્પર્ધક હોવા અને આ ક્ષેત્રમાં તમામ રીતે સંશાધનોનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. હું એ સ્પષ્ટપણે કહેવા માગું છું કે આજે ચીન-ભારત સંબંધ અમેરિકા -ભારત સંબંધ કરતાં વધારે સારા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત અમેરિકાના ભૂતપુર્વ વિદેશ પ્રધાન કોન્ડોલીઝા રાઈસે માધવના નિવેદનને લઈ કટાક્ષ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે ગેરીલા યુદ્ધ રમી રહ્યું છે. સૌ કોઈ તેને જોઈ રહ્યું છે, પરંતુ ભારત તેની સાથે અનેક રીતે જોડાવા માગે છે. આજે ભારતને તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે જોડાવું જરૂરી છે. તેમણે એ જોવાની જરૂરત છે કે અમેરિકી અર્થવ્યવસ્થા કેવી રીતે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP)નો ઉપયોગ કરી રહ્યું છે. આ સાથે તેણે વિકાસના પાયાના માળખાને એક સાથે વિકસિત અને મજબૂત કર્યું છે. ભારત પોતાની અર્થવ્યવસ્થા સાથે ઘણાબધા પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) દ્વારા તેને આપવામાં આવેલ રેટિંગને લીધે અનેક પડકારો પણ છે.