• Home
  • News
  • 5 દિવસ રંગેચંગે પૂજ્યા, હવે રઝળાવ્યા:સુરતની પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓની દુર્દશા, તળાવ, નહેર કે નદીમાં વિસર્જન ન કરવાના જાહેરનામાનો ભંગ
post

પાંચ દિવસ પૂર્ણ થતા ગૌરી વિસર્જન બાદ હવે કેનાલોમાં શ્રીજીની પ્રતિમાઓ રઝળતી દેખાઈ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 18:50:37

વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની સ્થાપના ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે ભક્તોની લાગણી દુભાય એ પ્રકારે તેમનું વિસર્જન કરવામાં આવે છે. આવાં દૃશ્યો સુરતમાં જોવા મળ્યાં છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. મૂર્તિઓની આવી દુર્દશા જોઈ લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. ગણેશોત્સવને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તળાવ, નહેર કે નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક શખસો કેનાલમાં આવી રીતે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે.

પાલનપુર પાટિયા કેનાલમાં શ્રીજીની પીઓપીની મૂર્તિઓનું વિસર્જન ચોરીછૂપીથી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવ પહેલાં જ જાહેરનામું બહાર પાડી દીધું હતું. પરંતુ ધરાર તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાંચ દિવસ પૂર્ણ થતા ગૌરી વિસર્જન બાદ હવે કેનાલોમાં શ્રીજીની પ્રતિમાઓ રઝળતી દેખાઈ રહી છે.


adv

Related News

post
post
post
post
post
post
post