• Home
  • News
  • રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં એક કોરોના પોઝિટિવ દર્દી મળ્યો, 125 લોકોને સેલ્ફ આસોલેશનમાં મોકલ્યા
post

રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા વ્યક્તિના એક સંબંધીનું થોડા દિવસ પહેલાં મોત થયું, તે વ્યક્તિ સંબંધીના અંતિમ સંસ્કારમાં ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:29:14

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના ઈન્ફેક્શનનો કેસ સામે આવ્યો છે. ત્યારપછી રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા 125 લોકોને સેલ્ફ આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક વ્યક્તિના સંબંધીનું થોડા દિવસ પહેલાં મૃત્યુ થયુ હતું. આ વ્યક્તિ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. રવિવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ફેક્ટેડ વ્યક્તિને બિરલા મંદિર કોમ્પલેક્સમાં આવેલા ક્વોરન્ટિન સેન્ટર મોકલવામાં આવ્યો છે. આ વ્યક્તિ મહિલા છે કે પુરુષ તે વિશે માહિતી નથી મળી. અમુક મીડિયા રિપોર્ટ્સમાં આ વ્યક્તિને રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીની પત્ની જણાવવામાં આવી છે.

પરિવારોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરેક પરિવારોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જે કર્મચારીના સંબંધી કોરોના પોઝિટિવ આવ્યા છે તેનો રાષ્ટ્રપતિ ભવન સાથે સીધો કોઈ સંબંધ નથી.