• Home
  • News
  • અમદાવાદની રથયાત્રા પહેલીવાર માત્ર 7 કલાકમાં પૂર્ણ થશે, 400ના બદલે 120 ખલાસી રથ ખેંચશે
post

કોરોના મહામારીના હૉટસ્પોટમાં સોશિયલ ડિસ્ટન્સિંગની અભૂતપૂર્વ વ્યવસ્થા વચ્ચે રથયાત્રા યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 12:00:50

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વરસે સોશિયલ ડિસ્ટન્સિંગના અભૂતપૂર્વ બંદોબસ્ત સાથે યોજાશે. આ વરસે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાની યોજના બનાવવામાં આવી છે. ખલાસી એસો.ના જણાવ્યા મુજબ આ યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.

ખલાસી એસોસિયેશનના સભ્ય કૌશલ ખલાસીના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રા એક રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે આરામ માટે રોકાશે. 

રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસી બંધુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે માત્ર 120 જેટલા યુવા ખલાસી બંધુઓ જ આ રથને ખેંચે હશે. રથ ખેંચનાર ખલાસી બંધુઓનું 22મી તારીખના રોજ સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે. રથયાત્રામાં એક રથનું વજન આશરે 2200 કિલો જેટલું હોય છે. આ રથને ફરતે 100 ફૂટ લાંબી દોરી બાંધી દેવામાં આવશે. રથયાત્રા માટે 100 ફૂટનો લાંબો દોરડો કાલુપુરના એક વેપારી જોડે બનાવવામાં આવ્યો છે.

બમણી ઝડપે ભગવાનનો રથ માર્ગો પર દોડશે
દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓના કારણે તેમજ રથ મંદિરે વહેલા લાવવાના લીધે રથની સ્પીડ 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવશે. જો આટલી સ્પીડે રથ ચાલે તો સવારે 7:00 વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે 2:00 વાગ્યે રથ નિજમંદિરે પરત આવી શકે.

રથ ખેંચનારાઓનું 22મીએ મેડિકલ ચેકઅપ થશે
અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ચાલુ વર્ષે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ નીકળવાના હોવાથી મૂવિંગ બંદોબસ્ત 90 ટકા ઘટાડીને માત્ર 10 ટકા જ કરવામાં આવ્યો છે. દર વર્ષે રથયાત્રા બંદોબસ્તમાં 3000 પોલીસકર્મીઓ જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર 3 રથ સાથે 300 થી 500 પોલીસ કર્મચારીઓ જ રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં જોડાશે. બાકીના 22 હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત રહેશે.

માત્ર 3 રથ સાથે યાત્રા નીકળશે 
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે દોઢથી બે કિલોમીટર લાંબી નીકળે છે. જેમાં 3 રથ, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ કાઢવાનો નિર્ણય લેવાયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post