• Home
  • News
  • પ્લેઓફની નજીક પહોંચી RCB:હૈદરાબાદને 67 રને હરાવ્યું, હસરંગાએ 5 વિકેટ ઝડપી; SRH માટે હવે પ્લેઓફમાં પહોંચવા કપરા ચઢાણ
post

રાહુલ ત્રિપાઠીએ 58 રનની લડાયક ઈનિંગ રમી હતી પરંતુ સામે છેડે કોઈ બેટરે તેને સપોર્ટ આપ્યો ન હતો અને ટીમે મેચ ગુમાવવી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-09 10:20:33

મુંબઈ: સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રવિવારે પ્રથમ મેચમાં RCBએ હૈદરાબાદને 67 રને હરાવ્યું છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને SRHને 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. SRH 125 રને ઓલઆઉટ થઈ હતી.વાણિન્દુ હસરંગાએ શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી અને હૈદરાબાદની બેટિંગ લાઈનઅપ ધ્વસ્ત કરી દીધી હતી. રાહુલ ત્રિપાઠીએ 58 રનની લડાયક ઈનિંગ રમી હતી પરંતુ સામે છેડે કોઈ બેટરે તેને સપોર્ટ આપ્યો ન હતો અને ટીમે મેચ ગુમાવવી પડી

હૈદરાબાદની શરુઆત ખરાબ
​​​​​​
​હૈદરાબાદની ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેપ્ટન કેન વિલિયમસન રનઆઉટ થયો હતો. શાહબાઝ અહેમદે કવર પોઈન્ટ પરથી શાનદાર થ્રો કર્યો અને વિલિયમસન રન આઉટ થયો. અગાઉ RCBની ઇનિંગ્સમાં પણ કોહલીની વિકેટ પ્રથમ બોલ પર પડી હતી. તે જ સમયે, પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન મેક્સવેલે અભિષેક શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ બંનેના આઉટ થયા બાદ માર્કરામ પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 27 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. RCBની ઈનિંગમાં દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરોમાં ઝંઝાવતી બેટિંગ કરતા 8 બોલમાં 30 રન બનાવ્યા છે, કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસે IPL કરિયરની 25મી ફિફ્ટી ફટકારી છે.

ફાફ અને રજત વચ્ચે 105 રનની ભાગીદારી
વિરાટ કોહલીના આઉટ થયા બાદ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે ત્રીજી વિકેટ માટે 73 બોલમાં 105 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં રજતે 38 બોલમાં 48 રન કર્યા જ્યારે ફાફે 35 બોલમાં 52 રન કર્યાં હતા.

ઉમરાન મલિકના પ્રથમ ઓવરમાં 20 રન
વિરાટના આઉટ થયા બાદ ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે RCBની ઇનિંગ સંભાળી હતી. આ બંનેએ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઉમરાન મલિકની પહેલી જ ઓવરમાં 20 રન બનાવ્યા હતા. આ ઓવરમાં 3 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

વિરાટ ઈનિંગના પહેલા બોલ પર જ આઉટ
RCB
એ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ઈનિંગના પહેલા બોલ પર જ વિરાટ કોહલી સુચિતની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. સુચિતના ફુલર બોલ પર વિરાટ ફ્લિક કરવા જતા SRHના કેપ્ટન વિલિયમ્સન પાસે સરળ કેચ ગયો હતો. તેવામાં ઈનિંગના પહેલા બોલ પર જ વિકેટ જતા વિરાટ પણ અચંબિત થઈ ગયો હતો.