• Home
  • News
  • આરસીબીના સ્ટાર બોલર હર્ષલ પટેલ પર તૂટ્યો દુખનો મોટો પહાડ, બહેનનું આકસ્મિક નિધન
post

મળતી માહિતી પ્રમાણે હર્ષલ પટેલની બહેન છેલ્લાં કેટલાક દિવસથી બીમાર હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:23:00

નવી દિલ્હી: આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી રમી રહેલા ઝડપી બોલર હર્ષલ પટેલને એક અંગત ઝાટકો વાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે હર્ષલ પટેલની બહેન છેલ્લાં કેટલાક દિવસથી બીમાર હતી. આ સમાચાર અંગે હર્ષલ પટેલને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પછી જાણ કરવામાં આવી હતી.

હર્ષલ પટેલની બહેનનુ નિધન થઈ ગયુ છે અને આ ખબર મળતા જ તે બાયો બબલ તોડીને પોતાના ઘરે રવાના થઈ ગયા છે.શનિવારે મુંબઈ ઈન્ડિયન્સને આરસીબીએ હરાવ્યુ હતુ અને તેમાં હર્ષલે શાનદાર બોલિંગ કરી હતી.

એક ન્યૂઝ એજન્સીને મળેલી જાણકારી પ્રમાણે પરિવારના એક સભ્યના નિધનના કારણે હર્ષ આઈપીએલ છોડીને ઘરે રવાના થયા છે.છેલ્લી બે સિઝનથી હર્ષલ શાનદાર દેખાવ કરી રહ્યો છે.આઈપીએલના સૂત્રે કહ્યુ હતુ કે, બહેનના નિધનના કારણે તેને અધવચ્ચે ટીમની બહાર જવુ પડ્યુ છે.