• Home
  • News
  • દિલ્હીની IPL સફર:પ્રથમ બે સીઝનમાં સેમિફાઇનલમાં પહોંચનાર દિલ્હી કેપિટલ્સ એકપણ વાર ફાઇનલ રમી નથી, કોચ રિકી પોન્ટિંગને આ વખતે ટાઇટલ જીતવાની અપેક્ષા
post

ગઈ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ 7 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચી, પરંતુ ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફ્ળ રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 11:36:25

દિલ્હી IPLની 12 સીઝનમાં એકપણ વાર ફાઇનલ રમી નથી. ટીમ લીગની પહેલી બે સીઝન 2008 અને 2009માં સેમિફાઇનલમાં પહોંચી હતી. પરંતુ તેનાથી આગળ વધી શકી નહોતી. ગઈ સીઝનમાં દિલ્હી 7 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમના કોચ રિકી પોન્ટિંગની અપેક્ષા છે કે- ટીમ આ વખતે ટાઇટલ જીતશે.

દિલ્હી કેપિટલ્સની ટીમ લીગના ઇતિહાસમાં સૌથી વધુ મેચ હારી છે. દિલ્હી 177માંથી 77 મેચ જીત્યું અને 98 હાર્યું છે. જયારે બે મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. ટીમે અત્યાર સુધીમાં 44 ટકા મેચ જીતી છે.

ધવને સૌથી વધુ 64 ફોર મારી
ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે 62 મેચોમાં 1681 રન બનાવ્યા છે. શ્રેયસે ગત સીઝનમાં 463 રન બનાવ્યા હતા અને ટીમ ક્વોલિફાયર રમી હતી. શિખર ધવન તે સીઝનમાં ટીમનો ટોપ સ્કોરર હતો. તેણે 521 રન બનાવ્યા હતા. તેણે 16 મેચમાં સૌથી વધુ 64 ફોર પણ ફટકારી હતી.

રબાડાની ગઈ સીઝનમાં સૌથી સારી સ્ટ્રાઇક રેટ હતી
ટીમનો ઝડપી બોલર કગીસો રબાડા ગત સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા ક્રમે હતો. તેણે 25 વિકેટ ઝડપી હતી. પ્રથમ સ્થાને ચેન્નાઈનો ઇમરાન તાહિર હતો. તેણે 17 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. દિપક ચહરે 22, શ્રેયસ ગોપાલે 20 અને જસપ્રીત બુમરાહે 19 વિકેટ ઝડપી હતી. પરંતુ ટોચના -5 બોલરોમાં રબાડાની 14.72ની સ્ટ્રાઇક રેટ સૌથી સારી હતી.

દિલ્હી કેપિટલ્સની ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, ઋષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, અમિત મિશ્રા, હર્ષલ પટેલ, આવેશ ખાન, કગીસો રબાડા, કીમો પોલ, સંદીપ લામિચાને, રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે, જેસન રોય, ક્રિસ વોક્સ , શિમરોન હેટમેયર, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, તુષાર દેશપાંડે અને લલિત યાદવ.