• Home
  • News
  • રાજસ્થાનના MLA અંગે રૂપાણીએ કહ્યું, C.R. ભાઈને પૂછો, નીતિન પટેલ બોલ્યા, તેમને શું ખબર હોય?
post

રૂપાણીનો પાટીલ સામેનો અણગમો જાહેર થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 09:59:52

અમદાવાદ: ભાવનગરમાં મુખ્યમંત્રીને પત્રકારોએ રાજસ્થાનથી આવેલા ધારાસભ્યો વિશે પ્રશ્ન કરતા રૂપાણીએ કહ્યું કે, આ અંગે સી.આર. ભાઇને પૂછો અને ચાલતી પકડી. પછી તરત જ નીતિન પટેલે રૂપાણીને સંભળાવતા હોય તેમ કહ્યું, તેમને શું ખબર હોય?

પ્રદેશ પ્રમુખ તરીકે રૂપાણી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન વચ્ચે હતી તેવી સ્થિતિ હવે ફરી ઊભી થઇ
આ ઘટના આમ ભલે સામાન્ય લાગે પણ જાહેરમાં મુખ્યમંત્રી રૂપાણીનો પાટીલ સામેનો અણગમો જાહેર થઇ ગયો છે. જ્યારથી પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા ત્યારથી જ રૂપાણીને ખાસ ગમ્યું નથી તેવું ભાજપના જ સૂત્રો ક્યારના કહે છે, પણ છેલ્લા એકાદ અઠવાડિયાના ઘટના ક્રમમાં આ સામે આવી રહ્યું છે.

પાટીલની ઇચ્છા હતી કે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે અને સરકારી બોર્ડ નિગમોમાં નિમણૂકો કરે. આ માટે કહેવાય છે કે તેમણે અપ્રત્યક્ષ રીતે દરખાસ્ત પણ મુખ્યમંત્રીને પહોંચાડી હતી, પરંતુ મુખ્યમંત્રીએ તેનો સ્વીકાર કરવાને બદલે લગભગ ફગાવી જ દીધી છે. એટલું જ નહીં, હવે પાટીલ પણ પોતાના સૂત્રો મારફતે મુખ્યમંત્રીને કોણ મળે છે અને ક્યારે મળે છે તેની માહિતી મેળવતા રહે છે તેવું પણ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.

ભાજપના એક સંગઠનના નેતાના જણાવ્યા મુજબ, અગાઉના પ્રદેશ પ્રમુખ સાથે પણ રૂપાણીને ફાવતું નહીં. વાઘાણી અને રૂપાણી વચ્ચે મતભેદ હતા પણ વાઘાણી રૂપાણી કરતાં ઘણાં જુનિયર હોવાથી તેમની વચ્ચે સીધો ટકરાવ શક્ય ન હતો, પણ પાટીલ સિનિયર હોવા ઉપરાંત તેમના તાર ખૂબ ઉપર સુધી જોડાયેલાં છે તેથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે તણખાં ઝર્યાં જ કરશે. એક વખતે જે સ્થિતિ પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે હતી તેવી સ્થિતિ હવે ફરી ઊભી થઇ છે.

પાટીલ કમલમમાં જાય ત્યારે નેતાઓ ગાયબ થઇ જાય છે
રૂપાણી જ નહીં, પ્રદેશ સંગઠનના હાલના મોટાભાગના નેતાઓ પાટીલથી અંતર રાખતા ફરે છે. સૂત્રોએ જણાવ્યું કે, અગાઉ પાર્ટીના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા તો કમલમ્ પર જ 24 કલાક રહેતા તેને બદલે હવે તેઓ માંડ દેખાય છે. અગાઉ વાઘાણી કાર્યાલય પર આવે ત્યારે તેમના સ્વાગત માટે ઓફિસમાંથી એક વ્યક્તિ દરવાજા સુધી પહોંચી જતી. હવે જ્યારે સી.આર. આવે ત્યારે કોઇ જતું નથી.

નાયબ મુખ્યમંત્રી સી.આર.ની પડખે જવા પ્રયત્નશીલ છે!
જે રીતે નીતિન પટેલે મુખ્યમંત્રીના કહ્યા બાદ ભાવનગરમાં સીઆર ભાઇને શું ખબર હોય? એમ કહી તેમનો બચાવ કર્યો હોય. પટેલે પાટીલની નિમણૂકના દિવસે માર્મિક રીતે કહ્યું હતું કે, મારી અને સી.આર.ની હાઇટ સરખી છે એટલે અમારી દૃષ્ટિ એકબીજા સાથે મળેલી રહેશે અને અમે બન્ને કપડાં સફેદ પહેરીએ છીએ એટલે અમારી બન્નેની પસંદગી પણ સરખી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post