• Home
  • News
  • વસાવાને મળેલા નનામા પત્ર અંગે કહ્યું- 'તમામ નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પાસે હપ્તા માગે છે'
post

ચંદુભાઈ દેશમુખનું અવસાન, વસાવાને ટિકિટ મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:48:35

ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો લેતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જે પત્રના સમર્થનમાં મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, પત્રમાં કરાયેલા તમામ આક્ષેપો સાચા છે, કોઇ પક્ષપાત નથી કરતો પણ પત્રમાં અનેક નેતાઓનાં નામ પણ છે. આ પત્ર અંગે કટકીબાજ નેતાઓ સામે મેં આગળ રજૂઆત કરી છે. વિકાસનાં કામોમાં હપ્તા ચલાવી ન લેવાય.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા છે: મનસુખ વસાવા
નનામી પત્રના સમર્થનમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે, જે નકલી પણ હોઇ શકે એટલે કંઇ કહી શકાય નહીં. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે અને ઉચ્ચ સ્થાન સુધી આ પત્ર લખાયો છે. નર્મદા જિલ્લામાં કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી અને ખંડણી ઉઘરાવવામાં આવે છે. વિકાસનાં કામોમાં તપાસ કરાવવાનાં કામો, તપાસ કર્યા બાદ તોડપાણી અને તોડપાણી બાદ ફરી તપાસ માંગવાની.. આના કારણે જિલ્લાના અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરો બધા ત્રાસી ગયા છે.

કટકીબાજો સામે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે: મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, બધા જ લોકોને હપ્તા આપે તો વિકાસનાં કામો પર માઠી અસર પડે છે, એવું પત્રમાં લખ્યું છે, એ વાત સાચી છે. બધા જ લોકો, બધા જ નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે હપ્તા ઉઘરાવશે તો સરકારના પૈસાનો દુરુપયોગ થશે અને પ્રજાનાં કામો નહીં થાય. એટલે મેં જિલ્લા સંકલન અને જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે, સારાં કામ કરાવો અને ગુણવત્તાવાળાં કરાવો જેથી આવા કટકીબાજો કોઇ ટપલી દાવ અધિકારી કે કોન્ટ્રાક્ટરને કરે નહીં. આવનારા દિવસોમાં જિલ્લાવાસીઓને સાવધાન કરીશ..

મનસુખ વસાવાની રાજકીય સફર
મનસુખ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન, 1957માં નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે થયો હતો. તેમણે બીએ, એમએસડબલ્યુનો અભ્યાસ કરેલો છે. મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી ભરૂચથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

ચંદુભાઈ દેશમુખનું અવસાન, વસાવાને ટિકિટ મળી હતી
ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અવસાન થતાં ભરૂચ લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને મનસુખ વસાવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ભાજપની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ રીતે 1998માં ભરૂચ બેઠકથી સાંસદ બન્યા હતા અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે..અગાઉ 1995 રાજપીપળા (એસ.સી. અનામત) સીટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હતા. જોકે, 2019માં ફરી વાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું નહોતું.

adv

Related News

post
post
post
post
post
post
post