• Home
  • News
  • ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સની 37 હજાર બેઠકો માટે આજથી રજિસ્ટ્રેશન
post

આ વર્ષે કોરોનાના લીધે પ્રવેશ માટે પીન વિતરણથી લઈને પ્રવેશ એલોટમેન્ટ સુધીની તમામ પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:22:11

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કોમર્સ (બીકોમ, બીબીએ, બીબીસીએ, એમએસસી-આઈટી, એમબીએ ઈન્ટીગ્રેટેડ કોર્સ) સહિતના કોર્સની 37,000 બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની 2020-21 જાહેરાત કરાઈ છે.

આ વર્ષે કોરોનાના લીધે પ્રવેશ માટે પીન વિતરણથી લઈને  પ્રવેશ  એલોટમેન્ટ સુધીની તમામ પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન થશે. ઓન લાઈન પિન મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ખોલ્યા પછી એડમિશન સેક્શનમાં જવાનુ રહેશે.  તે પછીથી બીકોમ ફેકલ્ટીમાં ગયા બાદ વિદ્યાર્થીનુ નામ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખ્યા પછી રૂ.125  ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી ભરવા પડશે. તેની ઓનલાઈન પહોંચ મળશે. આ જેમાં પિન નંબર લખેલો મળશે. વિદ્યાર્થીના ઈમેલ અને ફોન નંબર પર પણ આ વિગતો મોકલાશે. 

ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ 20 જૂનથી 2 જુલાઈ સુધી કરી શકાશે. એ પછી 5 જુલાઇએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 12 જુલાઈએ કોલેજ એલોટમેન્ટ માટે મોક રાઉન્ડ યોજાશે. પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ ઓલ્ટરેશન 13થી 14 જુલાઈએ થઈ શકશે અને તેનું સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post