• Home
  • News
  • સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ રડ્યા:મનીષજી ખૂબ જ જલદી જેલની બહાર આવશે, સત્ય ક્યારેય હાર માનશે નહીં
post

સીએમ કેજરીવાલે કહ્યું, "આ બધું જ તેમનું સપનું હતું. વિરોધી પક્ષ ક્રાંતિનો અંત લાવવા માગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-07 17:10:15

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ આબકારી પોલિસીમાં ગેરરીતિઓને કારણે જેલમાં છે. બુધવારે એક કાર્યક્રમમાં તેમને યાદ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું, " આજે મનિષજીની ખૂબ જ યાદ આવી રહી છે. દરેક બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે તેમનું સપનું હતું. મનીષજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં ધકેલી દીધા."

સીએમ કેજરીવાલે કહ્યું, "આ બધું જ તેમનું સપનું હતું. વિરોધી પક્ષ ક્રાંતિનો અંત લાવવા માગે છે, પરંતુ અમે તેવું થવા દઈશું નહીં. મનીષજીએ તેની શરૂઆત કરી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારું શિક્ષણ મળે. આટલા સારા માણસને જેલમાં ધકેલી દીધા છે. જો તે સારી શાળાઓ ન બનાવી રહ્યા હોત, યોગ્ય શિક્ષણ ન આપતા હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલદી બહાર આવશે. સત્ય ક્યારેય હાર માનશે નહીં."

હકીકતમાં સીએમ કેજરીવાલ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનાના દરિયાપુર ગામમાં દિલ્હી સરકારની નવી શાળાના ઉદઘાટન દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.

દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપોને પગલે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કથિત રીતે અલગ-અલગ માધ્યમથી 622.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ED સૂત્રોએ જણાવ્યું હતું કે આ POC ક્રેડિટ નોટ્સ, હવાલા ચેનલો અને ડાયરેક્ટ કિકબેક દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં પણ આ આરોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post