• Home
  • News
  • રહીશોએ ઘરમાંથી જ પોલીસને સલામી આપી ,પણ મેયર સોશિયલ ડિસ્ટંસિંગ ભૂલ્યા!
post

સેક્ટર-22 ખાતે મેયર સહિત 20 જેટલા લોકોએ રોડ પર આવીને પોલીસનું અભિવાદન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 09:43:55

ગાંધીનગરઃકોરોનાને પગલે દેશભરમાં લોકડાઉન છે, ત્યારે મેડિકલ સ્ટાફ સાથે પોલીસ પણ સતત ખડેપગે રહીને કામગીરી કરી રહી છે. ત્યારે રવિવારે ગાંધીનગર પોલીસે શહેરમાં 50 જેટલા વાહનો સાથે ફ્લેગમાર્ચ કરી ત્યારે અનેક સ્થળેએ લોકો દ્વારા પોલીસને સલામી આપવામાં આવી હતી. જે દર્શાવે છે કે હાલની પરિસ્થિતિમાં પોલીસની કામગીરી માટે લોકોના કેટલું માન રહેલું છે. તો બીજી બાજુ સેક્ટર-22 ખાતે મેયર સહિત 20 જેટલા લોકોએ રોડ પર આવીને પોલીસનું અભિવાદન કર્યું હતું. જેમા કેટલાક નાના બાળકો પણ જોવા મળ્યા હતા. ત્યારે ખરેખર તો પોલીસની કામગીરીને ઘરે રહીને જ બીરદાવવી વધુ યોગ્ય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post