• Home
  • News
  • રોડ શૉ રૂટ પર સોસાયટી અને રસ્તા પરના મકાનોમાં ચેકિંગ, રહેવાસીઓને સવારથી ઘરમાં પુરાઈ રહેવું પડ્યું
post

સોસાયટી બહાર રેલિંગ અને લાકડાં બાંધવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 10:30:12

અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી આજે 11.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શૉ કરવાના છે. રોડ શૉ જે રૂટ પર થવાનો છે ત્યાંના રહેવાસીઓને સવારથી જ ઘરમા પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 22 કિ.મી.ના રોડ શૉ પર સોસાયટીની બહાર રેલિંગ લગાવવામાં આવ્યા છે અને લાકડાં બાંધવામાં આવ્યા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે.

 

રોજ શૉના રૂટ પર સઘન ચેકિંગ, પાણીની બોટલ પણ બહાર નહીં રાખી શકાય

જે રૂટ પર રોડ શૉ થવાનો છે એ રૂટ પર બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બન્ને સ્ક્વૉડ રૂટ પરની સોસાયટીમાં જઇને અને રોડ પર આવેલા મકાનોમાં જઇને ચેકિંગ કરી રહી છે. આ સાથે જ પાણીની બોટલ પણ બહાર રોડ પર રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 

22 કિમી.નો રોડ શો શરૂ થશે, રસ્તામાં 28 રાજ્યની ઝલક 


સવારે 11.50 વાગે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના 22 કિમીના રોડ શૉ યોજાશે. તેને ઇન્ડિયા રોડ શૉ એવું નામ આપવામાં આવ્યું છે. રોડ શૉમાં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સાંસ્કૃતિક ઝલક તથા મહાત્મા ગાંધીના જીવન તથા સંદેશાની પ્રતિકૃતિ પણ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેતા મુશ્કેલી મોટેરા વિસ્તારમાં રહેતા લોકો માટે 24 ફેબ્રુઆરીનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે, કારણે સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ પુર્ણના થાય ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી સ્થાનિકોની અવર-જવર પણ બંધ થઇ જશે. સાથે જ ઘરે આવતા સગસંબંધીઓ પણ મળવા નહી આવી શકે. જોકે હાલમાં આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ પોલીસ કમિશ્નર રસ્તો બંધ રહેવા બાબતે જાહેરાત કરી શકે છે. પરંતુ જો કોઇ ઇમરજન્સી ઘટના બનશે તો તેવામાં લોકોને જવા દેવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post