• Home
  • News
  • સુરતના પુણા વિસ્તારના રહીશો મોરચો લઈ મનપામાં પહોંચ્યા, AAP કોર્પોરેટરે કહ્યું- ભાગવું હોય તો મેયરનું પદ જ ના લેવાય
post

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે મેયર સાથે મુલાકાત કરવા આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 18:48:03

સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 પુણા વિસ્તારને 2006થી કોર્પોરેશનમાં સમાવી લેવાયો છે, પરંતુ હજુ સુધી કેટલીક સોસાયટીઓની અંદર પ્રાથમિક સુવિધાઓને લઇને સમયાંતરે વિરોધ પ્રદર્શન થતાં રહે છે. કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધરણા આપતા આખરે મેયર હેમાલી બોઘાવાલાને પાછલા બારણે ભાગવાની ફરજ પડી હતી. જેનાં દૃશ્યો જોઇને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સહયોગ નગર સોસાયટીના લોકોનો ઉગ્ર વિરોધ
કોર્પોરેશનમાં પુણા વિસ્તારના રહીશો દ્વારા મોરચો લઈ જવાયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા લોકોને એકત્રિત કરીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનના ગેટ ઉપર જ કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ મળ્યા ન હતા. પુણા વિસ્તારના કેટલાક મુદ્દાઓને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમાં ખાસ કરીને ખાડીમાં ગંદકીનો પ્રશ્ન, રોડ-રસ્તાનો પ્રશ્ન, 24 કલાક પાણીને લઇને રજૂઆત અને પાણીના મીટર બિલ જેવા મુદ્દાઓને કારણે વિપક્ષ દ્વારા શાસકો ઉપર નિશાન સાધવામાં આવે છે.

માર્શલની સુરક્ષાને લઇ બાઈક પર ભાગ્યા
લોકોએ કહ્યું કે સુરત મહાનગરપાલિકામાં આવાં દૃશ્યો ખૂબ જ ઓછાં જોવા મળે છે. મેયર હેમાલી બોઘાવાલા પાછલા બારણેથી પોતાની ગાડી છોડીને બાઈક ઉપર ભાગવું પડ્યું હોય એ શરમજનક ઘટના છે. રજૂઆત કરવા આવેલા લોકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની હૈયા ધરપત આપવાને બદલે મેયરે જે કર્યું તેના કરાણે શાસકોમાં પણ અંદરો અંદર નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય ગેટ ઉપર પ્રદર્શન કરતા લોકોને ચકમો આપીને મેયરે પાછલા દરવાજેથી પોતાની ગાડી કોર્પોરેશન ઉપર છોડીને પીએની બાઈક ઉપર ભાગવાની ફરજ પડી હતી. જે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે. માર્શલો દ્વારા પાછલા બારણેથી મેયરને સુરક્ષા આપવામાં આવી હતી, છતાં પણ સ્થાનિક લોકો અને આપના કોર્પોરેટરો મેયર તરફ ધસી ગયા હતા અને મેયરને કોઇપણ પ્રકારનો જવાબ આપ્યા વિના બાઈક ઉપર બેસીને ભાગી જવાની ફરજ પડી હતી.

જો કામ ન થતું હોય તો મેયર પદ ન લેવાય
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે મેયર સાથે મુલાકાત કરવા આવ્યા હતા. પરંતુ મેયરનું અક્કડ વલણ એટલું બધું હતું કે, તેઓએ મારી સાથે યોગ્ય રીતે વાતચીત પણ ન કરી. જે લોકોને અને મહિલાઓને મળ્યા વગર પાછલા બારણેથી પોતાના પર્સનલ આસિસ્ટન્ટની બાઈક ઉપર બેસીને ભાગી ગયાં છે. જો આવી રીતે ભાગવું હોય તો મેયરનું પદ શા માટે તેમણે લીધું. જ્યારે અમને માલૂમ પડ્યું કે, તેઓ ભાગી રહ્યાં છે તો અમે તેમની પાછળ દોડ્યા પરંતુ માર્શલોની મદદ લઇને તેમણે પોતાના પીએની બાઈક ઉપર ઝડપથી બેસી ગયાં અને મનફાવે તે રીતે હંકારીને જતાં રહ્યાં.

adv

Related News

post
post
post
post
post
post
post