• Home
  • News
  • અમદાવાદના CTM બ્રિજની નીચે બેરિકેડ્સ લગાવાતાં રહીશો-વેપારીઓ પરેશાન; ટ્રાફિકની સમસ્યા નિવારવા જતાં બીજી મુશ્કેલી વધી
post

વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સીટીએમ ચાર રસ્તા ઉપર જ એક ટ્રાફિક પોલીસની ચોકી આવેલી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 18:17:36

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ સમસ્યાને વિસ્તારથી અને બેરિકેડ શા માટે લગાવી દેવામાં આવ્યા છે તે જાણવા માટે સીટીએમ ચાર રસ્તા પરનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.

CTM ચાર રસ્તા પર બેરિકેડ્સની સાથે રેલિંગ લગાવાઈ
સીટીએમ ચાર રસ્તા ઉપર ચારેય તરફથી ખૂબ જ વધારે વાહનોની અવરજવર રહે છે. ડબલ ડેકર ઓવરબ્રિજની નીચેથી હજારો લોકો અવરજવર કરે છે. સીટીએમ ચાર રસ્તા ઉપર બેરિકેડની સાથે રેલિંગ લગાવી દેવામાં આવી છે, છતાં પણ એક તરફનો ભાગ ખુલ્લો રહે છે. જ્યાંથી સ્કૂલનાં બાળકો, લોકો અને ટુ-વ્હીલર ચાલકો નીકળતાં જોવાં મળ્યાં હતાં. બેરિકેડ હોવાના કારણે જે વાહનચાલકને રામોલથી નરોડા તરફ જવું હોય તો તેને બ્રિજ નીચે થઈ એક્સપ્રેસ-વે ચાર રસ્તાથી યુ ટર્ન લીધા બાદ નરોડા તરફ જવું પડે છે. ગામમાં ટ્રાફિકની પરિસ્થિતિ નિર્માણ ન થાય તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં તો આવ્યા છે, પરંતુ વાહનચાલકો બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં બીઆરટીએસ કોરિડોરમાંથી નરોડા તરફ જતા જોવા મળ્યા હતા.

વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માતનો ડર
વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સીટીએમ ચાર રસ્તા ઉપર જ એક ટ્રાફિક પોલીસની ચોકી આવેલી છે. ચાર રસ્તા ઉપર જે ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યાં હતાં, તે ટ્રાફિક સિગ્નલ પણ બંધ હાલતમાં જોવા મળ્યાં હતાં. અનેક લોકો રોંગ સાઈડમાંથી જતા હતા. જ્યારે કેટલાક લોકો બેરિકેડ હોવા છતાં પણ તેઓ રોડ ક્રોસ કરી સામેની તરફ જતા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.

સ્થાનિક વેપારીઓ દ્વારા અનેક રજૂઆત
સીટીએમ બ્રિજની નીચે જે બેરિકેડ લગાવવામાં આવ્યાં છે. તેને લઈ સ્થાનિક વેપારીઓ દ્વારા અનેક વખત ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા અડધા દિવસનું બંધ પાળી અને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. ચાર રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો ન હોવાને લઈ અને હવે તેઓ દ્વા

adv

Related News

post
post
post
post
post
post
post