• Home
  • News
  • મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં:CM કેજરીવાલે મંજૂર કર્યા, જૈન 9 મહિનાથી જેલમાં બંધ; સિસોદિયા પાસે 18 વિભાગ હતા
post

સિસોદિયા આમ આદમી પાર્ટીના બીજા મંત્રી છે જેમની એક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:36:23

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામાં આપ્યાં છે. ન્યુઝ એજન્સી અનુસાર, CM કેજરીવાલે રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. રાજીનામાં આપનારા બંને નેતા અલગ-અલગ કેસમાં આરોપી છે.

લીકર પોલિસી કેસમાં CBIની કસ્ટડીમાં છે સિસોદિયા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નથી મળી. કોર્ટે તેમને હાઇકોર્ટ જવાની સલાહ આપી. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, CJIએ કહ્યું-તમારે હાઈકોર્ટ જવું જોઈતું હતું, તમે સીધા સુપ્રીમ કોર્ટમાંથી જામીન કેમ માગી રહ્યા છો. તમે કલમ 32 અંતર્ગત અહીં કેમ આવ્યા છો.

CBIએ દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું કે સિસોદિયા પૂછપરછમાં સહકાર આપતા નથી, માટે તેમના 5 દિવસના રિમાન્ડ જોઈએ છીએ. સિસોદિયાના વકીલે રિમાન્ડનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે એક ડેપ્યુટી સીએમને રિમાન્ડ પર મોકલવાથી એક ખોટો મેસેજ જશે. જોકે કોર્ટે સીબીઆઈની દલીલોને યોગ્ય માનતાં સિસોદિયાને 4 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.

મનીષ સિસોદિયા AAPમાં બીજા નંબરના નેતા છે
કેજરીવાલ પછી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં સૌથી મોટા નેતા છે. મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારમાં કુલ 33માંથી 18 વિભાગ હતા. સિસોદિયાની ધરપકડ બાદ સૌથી મોટી સમસ્યા એ છે કે તેમનું કામ કોણ સંભાળશે. કેજરીવાલના અન્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પહેલાથી જ જેલમાં છે. જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગો, વીજળી, ગૃહ, સિંચાઈ, પૂર નિયંત્રણ અને જળ સંસાધનોના વિભાગ હતા, જે સિસોદિયાને સોંપવામાં આવ્યા હતા. સિસોદિયા પાસે એજ્યુકેશન, પબ્લિક વર્ક્સ, ફાઈનાન્સ, એક્સાઈઝ જેવા મહત્વના વિભાગો હતા.

લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.

 

સત્યેન્દ્ર જૈન હજુ પણ જેલમાં છે
સિસોદિયા આમ આદમી પાર્ટીના બીજા મંત્રી છે જેમની એક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તે હજુ પણ જેલમાં છે. લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. આ નિવેદનના આધારે CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની પૂછપરછ કરવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ બાદ CBI હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post