• Home
  • News
  • 'દિયોદરના MLAનું રાજીનામું એ જ સરકારની ભલાઈ છે':ખેડૂતોની ન્યાયયાત્રાને પોલીસે ગોઝારિયા અટકાવી, અમરા ચૌધરી સહિતના ખેડૂતોને ગાંધીનગર લઇ જવાયા
post

ધારાસભ્યને કંઇ લેવાદેવા નથી, અમારો જૂનો ઝઘડો છે: અમરતજી ઠાકોર

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 17:48:48

બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા આજે છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, દિયોદરના ધારાસભ્યના રાજીમાનામાં જ સરકાર અને અમારી ભલાઇ છે. બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું. જોકે, બીજી તરફ પોલીસનું કહેવું છે કે, અમે કોઇ ન્યાય યાત્રા અટકાવી નથી. તો બીજી તરફ માહિતી મળી અમરા ચૌધરી સહિતના ખેડૂતોને ગાંધીનગર લઇ જવાયા છે. જો મામળો થાળે નહીં પડે તો સાત વાગ્યા પછી યાત્રા શરૂ કરાય એવી ચર્ચા થઇ રહીં છે.

પોલીસ યાત્રા અટકાવશે તો ઉગ્ર આંદોલન થશે: અગ્રણી
ખેડૂત અગ્રણી અમરભાઈએ જણાવ્યું હતું કે, અમે ન્યાય માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ન્યાય યાત્રા રોકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારી પરના હુમલામાં મને ખેડૂતોનું સમર્થન મળ્યું છે. અમે ન્યાય માટે સી.એમ.ને રજૂઆત કરવા જઇ રહ્યા છીએ. પરંતું અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો અમને રોકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું. દિયોદરના ધારાસભ્યનું રાજીનામુ એજ સરકારની અને અમારી ભલાઇ છે.

5 લોકોને સી.એમ. સાથે મુલાકાત માટે મોકલવા પોલીસના પ્રયાસ
હાલમાં ગોઝારીયા ખાતે ન્યાય યાત્રા રોકી દેવામાં આવી છે. જ્યાં પોલીસ દ્વારા ખેડૂત અગ્રણીઓને સમજાવવામા આવી રહ્યા છે. મુખ્યમંત્રીને પાંચ લોકોના નામ નક્કી કરી મુલાકાત કરાવવા હાલમાં પ્રયાસ કરાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ અને ખેડૂત અગ્રણીઓ વચ્ચે ચર્ચા થઇ રહી છે.

મુખ્યમંત્રીના જવાબની રાહ
મળતી માહિતી મુજબ અમરાભાઇ ચૌધરી સહિત કેટલાક ખેડૂત આગેવાનોને પોલીસ વાનમાં બેસાડી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાતે લઇ જવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ન્યાય યાત્રાને ગોઝારીયામાં આવેલા બાપા સીતારામ ૐ સાઈ રામ આશ્રમ ખાતે લાવામાં આવી હતી. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલમાં તમામ ખેડૂતો આશ્રમ ખાતે મુખ્યમંત્રીના જવાબની લઇ રાહ જોઈ રહ્યા છે.

શું હતો મામલો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે.

થપ્પડ માર્યા બાદ ખેડૂતોએ શું કર્યું?
ખેડૂત આગોવાનને જાહેરમાં થપ્પડ મારતાં દિયોદરના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને લઇને 8મી ઓગસ્ટે 5 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીએ એકઠા થયા હતા અને પ્રાંત કચેરીમાં ધરણાં કરીને રજૂઆત કરી હતી. ત્યારબાદ 10મી ઓગષ્ટે સણાદરના અંબાજી મંદિરે બેઠક મળી હતી. બેઠકમાં ગાંધીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે દિયોદરના સણાદરથી ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી અને ખેડૂતનેતા પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રાની શરૂઆત કરી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઇને જોડાયા છે, જેમનું ગામેગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ગામેગામથી ખેડૂતો આ પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. આ યાત્રા આજે મહેસાણાના ગોઝારીયા પહોંચી છે. જે 18મી ઓગસ્ટે ગાંધીનગર પહોંચીને સીએમ ઓફિસમાં રજૂઆત કરશે. જોકે, એ પહેંલાં આજે ગોઝારીયામાં પોલીસ કાફલો ગોઠવી દીધો હોવાનો ખેડૂત અગ્રણીએ આક્ષેપ કર્યો છે.

મુખ્યમંત્રી ધારાસભ્યનું રાજીનામું લે એ જ અમારી માગણી: અમરાભાઇ ચૌધરી યાત્રા નીકળી એ દિવસે ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા પર અત્યાચાર કરવામાં આવ્યો છે. અમારા ધારાસભ્યએ એક વ્યક્તિને ઉશ્કેરીને અમારા પર હુમલો કરાવ્યો હતો. એના અનુસંધાને અમે મુખ્યમંત્રી સાહેબને આવેદવન આપવા જઇ રહ્યા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. મુખ્યમંત્રી ધારાસભ્યનું રાજીનામું લે એ જ અમારી માગણી છે.

શું કહે છે થપ્પડ મારનાર અમરતજી ઠાકોર?
આ અંગે થપ્પડ મારનાર અમરજી ઠાકોરે જણાવ્યું હતું કે, 7 ઓગસ્ટના રોજ અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત જે ખેડૂતોની મિટિંગ મળી હતી, જેમાં ખેડૂત તરીકે હું પણ ગયો હતો અને અન્ય ખેડૂતોને પણ બોલાવવામાં આવ્યા હતા. એમાં જસાલીના અમારાભાઈ ચૌધરી પણ આવ્યા હતા. મિટિંગ પૂરી થયા બાદ અમરાભાઇ ચૌધરી સરકાર અને ભાજપ વિરુદ્ધમાં જેમતેમ બોલતા હતા, ગાળો પણ બોલતા હતા. એટલે મેં તેમને વિનંતી કરી કે આ તો ખેડૂતોનું છે, ખેડૂતોના હિતની વાત છે, તમે શાંતિ રાખો. અમે વિનંતી કરી તો અમરાભાઇ ઉશ્કેરાઇને મારી સાથે વિવાદમાં ઊતર્યા હતા. એ વિવાદને તેમણે ધારાસભ્ય કેસાજી ચૌહાણનું નામ જોડી દીધું કે કેસાજી ચૌહાણે આ વિવાદ કરાવ્યો છે.

ધારાસભ્યને કંઇ લેવાદેવા નથી, અમારો જૂનો ઝઘડો છે: અમરતજી ઠાકોર
અમરજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે આ બિલકુલ ખોટું છે. ધારાસભ્ય આમાં બિલકુલ આવતા જ નથી. આ તો અમારો આઠ મહિના પહેલાંનો વિવાદ ચાલતો હતો. આઠ મહિના પહેલાં મારો દીકરો એક ફાઉન્ડેશન સાથે જોડાયેલો હતો. એમાં અટલ ભૂજળ યોજના પર કામ કરતો હતો. એ વખતે સર્વેમાં જસાલી ગામમાં ગયો ત્યારે અમરાભાઇએ કહ્યું હતું કે કેમ આવ્યા છો? તો મારા દીકરાએ કહ્યું, હું એક સંસ્થામાં છું અને અટલ ભૂજળ યોજનાનાં જે કામકાજ કરીએ છીએ એ ખેડૂતોના હિતની વાત છે. એટલે અમરાભાઇએ કહ્યું કે આ બધું ખોટું છે. મારા ગામમાં મને પૂછ્યા વગર આવતો નહીં. જો હવે આવ્યો છે તો મારી નાખીશ. આ ઉપરાંત ગાળો પણ આપી હતી. આ અમારો અગાઉનો વિવાદ હતો, ધારાસભ્યને કંઇ લેવાદેવા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post