• Home
  • News
  • મુકેશ અંબાણીની Z+ સિક્યોરિટીનો મુદ્દો ફરી ચર્ચામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું- પૈસાવાળા પોતે જ સુરક્ષાનો ખર્ચ ઉઠાવી શકે છે
post

અરજીકર્તાએ એ કહેતાં અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પરત લેવાની માગ કરી હતી કે, તે પોતાના ખર્ચ પર પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 11:46:39

સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મંગળવારે અંબાણી બંધુઓ-મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani) પાસેથી Z+ સિક્યોરિટી (Z+ security)કવર પરત લેવા માટેની એક અરજી ફગાવી દીધી હતી. કોર્ટે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ની એ ટિપ્પણીનું પણ સમર્થન કર્યું હતું કે, ઉચ્ચસ્તરીય સુરક્ષા એ લોકોને આપવામાં આવી જોઈએ જેઓને જીવનું જોખમ હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવા માટે તૈયાર હોય. અરજીકર્તાએ એ કહેતાં અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પરત લેવાની માગ કરી હતી કે, તે પોતાના ખર્ચ પર પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કાનૂનનું રાજ સુનિશ્ચિત કરવું એ રાજ્યની જવાબદારી છે. તેવામાં એવા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાનું પણ સામેલ છે જેઓને જીવનું જોખમ હોય. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની રેવન્યૂીનો ભારતની GDP પર મોટો પ્રભાવ છે. આ લોકોનો જીવના જોખમને હળવાશમાં લઈ શકાતું નથી.

સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલ

અંબાણી બંધુઓ તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, બંને ઉદ્યોગપતિ ભાઈઓ અને તેમના પરિવાર પર ખતરો છે. તેઓએ કહ્યું કે, અમે સરકારની તરફથી મળેલી સુરક્ષાના બદલે પેમેન્ટ કરીએ છીએ. તેના પર કોર્ટે સવાલ કર્યો હતો કે શું દરેક વ્યક્તિ જેને જીવનું જોખમ અનુભવાતું હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય, તેને સરકાર તરફથી સુરક્ષા પ્રદાન કરવામાં આવવી જોઈએ? કોર્ટે કહ્યું કે, સરકારને કોઈના જોખમ અને તેની સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરતા રહેવું જોઈએ.

મનમોહન સરકારમાં મળી હતી સુરક્ષા

2013માં મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તત્કાલીન મનમોહનસિંહ સરકારે દેશના સૌથી અમીર વ્યક્તિને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાને લઈ જવાબ આપવા હાજર થવા જણાવ્યું હતું. કોર્ટે સરકારને પુછ્યું હતું કે આખરે અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરિટી કેમ આપવામાં આવી? કોર્ટે કહ્યું કે, આવા વ્યક્તિઓને સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે. દેશમાં સુરક્ષાની કમીને કારણે સામાન્ય લોકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, અમીર લોકો પ્રાઈવેટ સુરક્ષા એજન્સીઓની મદદ લઈ શકે છે.

કેન્દ્ર સરકરે પોતાની વધતી ટીકાઓ બાદ સફાઈ આપી હતી કે તેઓની સુરક્ષાનો ખર્ચ અંબાણી જ ઉઠાવશે. એક અંદાજા પ્રમાણે CRPFની સુરક્ષા ઉપર 15 લાખનો ખર્ચ થાય છે. અને આ તમામ ખર્ચ અંબાણી જ ઉઠાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post