• Home
  • News
  • WTCની ફાઈનલ પહેલા ઋષભ પંતની ભાવુક ટ્વીટ, 6 શબ્દોમાં વ્યક્ત કર્યુ પોતાનું દર્દ
post

ગયા વર્ષે ઉત્તરાખંડમાં પંત એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 16:53:30

હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત ઘણા સ્ટાર ખેલાડી છે પરંતુ એક એવો ખેલાડી પણ છે જેને ફેન્સ ખૂબ મિસ કરી રહ્યા છે. WTC ફાઈનલ પહેલા ભારતીય ફેન્સ ઋષભ પંતને ખૂબ મિસ કરી રહ્યા છે. પંતના ફેન્સ ટ્વિટર દ્વારા તેની ગેરહાજરીને વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ઋષભ પંતે પોતાની એક ટ્વિટથી બધાને ભાવુક કરી દીધા હતા.

પંત કાર અકસ્માતનો ભોગ બન્યો હતો

ઉત્તરાખંડમાં 30 ડિસેમ્બર 2023ના રોજ પંત એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાર અકસ્માતના કારણે તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું છે. યુવા ભારતીય વિકેટ કીપર બેટ્સમેને છેલ્લા 2 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવી છે. હવે જ્યારે સૌથી મહત્વની કસોટીનો વારો છે, ત્યારે તે ઉપલબ્ધ નથી. 

પંતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

WTCની ફાઈનલ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ ટ્વિટ દ્વારા ઋષભની અનુપસ્થિતિ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પંતે પોતાની એક ટ્વીટથી બધાને ભાવુક કરી દીધા હતા. આ ટ્વીટ દ્વારા તેણે એ પણ જણાવ્યું કે તે પોતે આ સમયે ક્રિકેટને કેટલી મિસ કરી રહ્યો છે. એક ટ્વીટના જવાબમાં પંતે માત્ર 6 શબ્દોમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું- હું પણ ક્રિકેટ રમવાનું મિસ કરી રહ્યો છું.

પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે

ઋષભ પંતની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વાપસી માટે ફેન્સે થોડી રાહ જોવી પડશે. પંત હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રીહેબીલીટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. સારા સમાચાર એ છે કે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને હાલમાં તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ક્રૉચ વગર ચાલતો જોવા મળ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post