• Home
  • News
  • રિશી કપૂર પિતા રાજ કપૂરને ‘સર’ કહેતા હતા, પગે લાગવાનું તો માત્ર રિશી જ કરતા હતા: ડૉ. ઓ.પી.કપૂર
post

પીવાનું અને પંજાબી ભોજન કપૂર ખાનદાનની નબળાઈ રહી: ડૉ. ઓ.પી.કપૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 11:31:10

મુંબઇ: કપૂર ખાનદાનની ચાર પેઢીથી સારવાર કરી રહેલા 92 વર્ષના ડૉ. ઓ.પી.કપૂરના જણાવ્યા અનુસાર મેં કપૂર ખાનદાનમાં ત્રણ પેઢીઓનાં મોત જોઈ લીધાં છે, હું 92 વર્ષની વયે આ બધુ જોવા શા માટે જીવિત છું ? પાંચ વર્ષ પહેલા જ્યારે રિશી લીવરનો રિપોર્ટ લઈને આવ્યા ત્યારે બહુ ગભરાયેલા હતા. કહેવા લાગ્યા- અંકલ, ડૉક્ટર કહી રહ્યા છે કે લીવર ખતમ થઈ ગયું છે. હું તેમને થાણે લઈ ગયો. ત્યાં લીવર ટેસ્ટિંગની એડવાન્સ ટેકનોલોજી હતી. ટેસ્ટ થયા પણ એવી કોઈ વાત નહોતી. રિશી ખુશ થયા અને મને જોરથી ભેટી પડ્યા. મેં કહ્યું- રિશી ઓછું પીઓ, ઓછું ખાઓ, ફેટ ઓછું કરો. પણ પીવાનું અને પંજાબી ભોજન કપૂર ખાનદાનની નબળાઈ રહી છે. રિશી તો હદ કરતાં હતા. જોકે રાજ કપૂર અને શમ્મી પણ એવા જ હતા. તેમને આલુ પરાઠા, કોબી પરાઠા, બટર ચિકન, તંદુરી ચિકન, દારૂ જોઈએ જ. 


મેં પૃથ્વી રાજ કપૂરની પણ સારવાર કરી છે
રિશી રેગ્યુલર જીમ જતા હતા, તો પણ...! રિશી હંમેશા સારા વ્યવહાર માટે યાદ રહેશે. કપૂર ખાનદાનમાં અત્યારે માત્ર રિશી જ એવા હતા કે જેઓ વધુ શિસ્તબદ્ધ હતા. તેઓ જ્યારે પણ મળતા હતા ત્યારે પગે પડી પેરી પૌના બોલતા હતા. ઘણાં વર્ષ પહેલાં તેમને પોતાના કેટલાક રિપોર્ટ્સ બતાવવા હતા તો મેં તેમને રોયલ વેલિંગ્ટન સ્પોર્ટ્સ કલબ બોલાવ્યા. હું મીટિંગમાં હતો, રિશી ધડાક દઈને અંદર આવી પગે પડી જોરથી બોલી પડ્યા- પેરી પૌના અંકલ... ત્યાં જે પ્રકારના લોકો હતા એ બધા આ જોઈને હેરાન થઈ ગયા. આજકાલ તો લોકો બસ થોડીક કમર ઝુકાવે છે. પગે પડવાનું તો રિશી જ કરતા હતા. રિશી પિતા રાજ કપૂરને સર કહેતા હતા. મેં ક્યારેય પપ્પા કહેતા સાંભળ્યા નથી. મેં પૃથ્વી રાજ કપૂરની પણ સારવાર કરી છે. જ્યારે પૃથ્વીરાજને જણાવાયું કે તમને કેન્સર છે તો તેમના ચહેરા પર બિલકુલ નિરાશાની એક રેખા પણ જોવા મળી નહીં. પૂછવા લાગ્યા- હું મરી જઈશ? મેં કહ્યું- હમણાં નહીં. પછી કહેવા લાગ્યા- મારા કારણે કોઈ પ્રોડ્યુસર મરવો જોઈએ નહીં. ત્યારે તેઓ 17 ફિલ્મ કરી રહ્યા હતા. એક-એક કરીને તમામ ફિલ્મ પૂરી કરી. ત્યાર પછી રિતુ કેન્સરને કારણે દુનિયા છોડી ગઈ. હવે રિશીને પણ આ બીમારી ભરખી ગઈ.’ 

adv

Related News

post
post
post
post
post
post
post