• Home
  • News
  • કબડ્ડી લીગના આયોજન પર જોખમ, લીગ ના થવાથી 500 કરોડ રૂપિયાનું નુકસાન
post

જુલાઈથી શરૂ થવાની હતી લીગ, ખેલાડીઓની હરાજી પણ નથી થઈ નવે.-ડિસે.માં આયોજન માટે ગાઈડલાઈન તૈયાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 12:15:43

ઔરંગાબાદ: કોરોનાના કારણે પ્રો-કબડ્ડી લીગના આયોજન પર જોખમ તોળાઈ રહ્યું છે. વર્તમાન સિઝનનો પ્રારંભ જુલાઈમાં થવાનો હતો. એપ્રિલમાં ખેલાડીઓની હરાજી થવાની હતી, આયોજકોને લીગથી દરવર્ષે લગભગ 500 કરોડનો ફાયદો થાય છે. તેમને આ રકમ સ્પૉન્સર થકી મળી છે. ગત દિવસોમાં આયોજન અંગે વીડિયો કોન્ફ્રન્સિંગ થકી કબડ્ડી ફેડરેશનની બેઠક થઈ. જેમાં ફેન્સ વગર નવેમ્બર-ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા થઈ.  લીગની 7 સિઝન યોજાઈ ચૂકી છે.


એક શહેરમાં આયોજનની તૈયારી, 14 દિવસનું ક્વોરન્ટીન પણ
આયોજન પર અંતિમ નિર્ણય રમત મંત્રાલય અને ગૃહ મંત્રાલય તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ થશે. આ અંગે ગાઈડલાઈન પણ તૈયાર કરી લેવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે, જે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા ઓછી હશે ત્યાં આયોજન કરાશે. એક જ શહેરમાં  ફેન્સ વગર જ આયોજન કરવામાં આવશે. તમામ ખેલાડીઓને 14 દિવસ ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. મેચ દરમિયાન સેનિટાઈઝેશન પણ કરવામાં આવશે.


ખેલાડીઓને 50 કરોડ, જ્યારે રેફરીને 90 લાખનું નુકસાન
લીગમાં 12 ટીમમાં 200થી વધુ ખેલાડી સામેલ હોય છે. હરાજીમાં 50 કરોડ ખર્ચ થાય છે. જો લીગનું આયોજન થશે તો ખેલાડીઓને 50 કરોડનું નુકસાન થશે. લીગ માટે 5 વર્ષના બ્રૉડકાસ્ટિંગ રાઈટ્સ 150 કરોડના છે. એવામાં તેનાથી 30 કરોડનું નુકસાન શક્ય છે. લીગમાં સમગ્ર દેશના 30 રેફરીને સામેલ કરાય છે. તેમને એક સિઝનના 3 લાખ રૂપિયા મળે છે. લીગનું આયોજન ના થવા પર રેફરીને પણ 90 લાખ રૂપિયા નહીં મળી. 


આઈપીએલના આયોજન પર સૌની નજર, તેનાથી જ અન્યોને આશા
પ્રો-કબડ્ડી લીગના આયોજકો આઈપીએલને ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોઈ રહ્યાં છે. જો ટી-20 લીગના આયોજનને મંજૂરી મળી જાય તો કબડ્ડી લીગના આયોજન માટે રાહ મુશ્કેલ નહીં હોય. તે પછી ઈન્ડિયન સુપર લીગનું પણ આયોજન થવાનું છે. મોટાભાગની લીગ ફેન્સ વગર જ વર્તમાન સિઝન યોજવા માગે છે. તેનાથી તેઓ આયોજનની સાથે નુકસાન ઘટાડી શકશે. જોકે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.