• Home
  • News
  • શહેરમાં 2017થી આજ સુધી 3 રાષ્ટ્રના 3 નેતાના રોડ શો યોજાયા, સૌથી વધુ 22 KMનો રેકોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પના નામે બન્યો
post

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખના રોડ શો દરમિયાન બિસ્ટ કાર સહિતનો કાફલો તેજ ગતિમાં ફર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 10:44:07

અમદાવાદ:  24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાડા ત્રણ કલાક માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. દરમિયાન તેમણે પહેલા એરપોર્ટથી વાયા સાબરમતી આશ્રમ થઈ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કર્યો હતો. બાદમાં મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પમાં ઉદબોધન કર્યું હતું. 2017થી અત્યાર સુધી અમદાવાદમાં 3 દેશોના 3 રાષ્ટ્રના નેતાઓએ રોડ શો કર્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો સૌથી વધારે 22 કિમીનું અંતર ધરાવે છે અને સૌથી વિશાળ રોડ શો યોજવાનો રેકોર્ડ તેમના નામે થયો છે. જો કે, આ રોડ શોમાં તેમના કાફલાની ગતિ ખૂબ ઝડપી હતી. ઉપરાંત તેઓ કારની બહાર પણ નીકળ્યા ન હતા. આ પહેલા જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ 2017માં અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ 2018માં અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. અમદાવાદમાં યોજાયેલા આ ત્રણેય રોડ શોનો સાબરમતી આશ્રમ સાથે સંબંધ રહ્યો છે. જે તે દેશના નેતા દ્વારા યોજાયેલા રોડ શો પહોંચવાનું સ્થળ સાબરમતી આશ્રમ રહ્યો છે.


22 કિમીનો ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો

ડોનાલ્ડ ટ્રમ્પે એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ સુધી 22 કિમી લાંબો ગુજરાત અને ભારતનો સૌથી મોટો રોડ શો કર્યો હતો. ગુજરાત કે દેશમાં વિદેશી નેતા દ્વારા યોજવામાં આવેલો આ રોડ શો સૌથી મોટો હતો. તેને ઈન્ડિયા રોડ શોનામ આપવામાં આવ્યું હતું. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની કારમાં જોડાયા હતા.


શિન્જો આબેએ 2017માં રોડ શો કર્યો

13મી સપ્ટેમ્બરે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે ખુલ્લી મારૂતી જીપ્સીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં શિન્જો આબેની પત્ની અકઈ પણ સામેલ થયા હતા. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી 8 કિમીનો રોડ શો યોજાયો હતો. આમાં આબે દંપતી પરંપરાગત ગુજરાતી પહેરવેશ ધારણ કર્યો હતો. તેઓ એક માત્ર વિદેશી મહેમાન છે. જેમણે ખુલ્લા વાહનમાં રોડ શો યોજ્યો હોય.

બેન્જામિન નેતાન્યાહુનો રોડ શો ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ 2018માં 17 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો 10 કિમીનો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કારમાં નેતાન્યાહુએ રોડ શો કર્યો હતો. તેઓ પણ કારમાં જ રહ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post