• Home
  • News
  • ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ
post

અત્યાર સુધી 4.49 લાખ સેમ્પલના ટેસ્ટ થયા, રેપિડ ટેસ્ટની ફરિયાદોની તપાસ થશે, કોરોના સામે લડાઇમાં સામેલ 1.24 કરોડ કર્મચારીઓનો ડેટા તૈયાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 10:50:52

નવી દિલ્હી: આઈસીએમઆરએ કોવિડ-19ની તપાસ માટે ચીનથી મંગાવેલી રેપિડ ટેસ્ટ કિટના વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજસ્થાનમાં તેના 95 ટકા પરિણામ ખોટા મળ્યાં હતા. આઈસીએમઆરની 8 ટીમ બે દિવસ સુધી આ કિટનું ઓનગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરશે. જો કિટ ખરાબ જણાશે તો કંપનીને પરત મોકલાશે. ચીનની બે કંપનીઓ પાસેથી 5 લાખ કિટ મંગાવવામાં આવી હતી. આ અગાઉ પશ્ચિમ બંગાળે પણ આઈસીએમઆર પર ખરાબ કિટ મોકલવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ આઈસીએમઆરએ આ આક્ષેપ ફગાવી દીધો હતો. આઈસીએમઆરના મુખ્ય વિજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે ત્રણ રાજ્યમાંથી માહિતી મળી હતી કે કિટમાં ગડબડ છે. તેના પરિણામમાં ઘણો ફરક આવે છે. કેટલાક સ્થળે તો 6થી 71 ટકાનો ફરક પડતો હતો.  

1921 ફોન દ્વારા સરવેઃ દેશભરમાં કોરોના વાઈરસના લક્ષણો અંગેની માહિતી મેળવવા કેન્દ્ર સરકાર સરવે કરાવશે. આ માટે લોકોના મોબાઈલ ફોન પર 1921 નંબર પરથી કોલ આવશે.

·         કાઉન્સીલે કહ્યું કે આગામી બે દિવસમાં આઠ ઇન્સ્ટીટ્યૂટને ફીલ્ડમાં મોકલવામાં આવશે. તેઓ ફીલ્ડમાં કીટની તપાસ કરશે. જો તેમાં ખરાબી સામે આવશે તો કિટ પરત લેવામાં આવશે. સોમવારે 35 હજાર 852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 29 હજાર 776 સેમ્પલના 201 લેબ અને 6076 ટેસ્ટ 86 પ્રાઇવેટ લેબમાં થયા છે. 

·         ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે સરાકરે બે પોર્ટલ બનાવ્યા છે. તેમાં એક કોવિડ વોરિયર્સ ડોટ જીઓવી ડોટ ઇન છે. તેમાં 1 કરોડ 24 લાખ વોલન્ટિઅર જોડાઇ ચૂક્યા છે. રાજ્ય અને જિલ્લા સ્તરના કોર્ડિનેટર ઉપલબ્ધ છે. અમે 20 કેટેગરી અને 49 સબ કેટેગરી સામેલ કરી છે. જોકે જિલ્લા સ્તરનો ડેટા દરેક લોકો જોઇ શકશે પરંતુ અમુક વિગતો માત્ર અધિકારી જોઇ શકશે. 201 સરકારી હોસ્પિટલ, 49 ઇસીઆઇસીના હોસ્પિટલ, 50 રેલવે હોસ્પિટલ અને 12 પોર્ટની હોસ્પિટલની વિગતો અમે આ પોર્ટલમાં ઉપલબ્ધ કરાવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post