• Home
  • News
  • રોહિત શર્માએ તોડી નાંખ્યો શાહિદ આફ્રીદીનો એ રેકોર્ડ જેના પર પાકિસ્તાનીઓને હતો ઘમંડ
post

રોહિત શર્માએ છગ્ગો ફટકારીને વનડે કરિયરમાં 10 હજાર રન પૂરા કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 16:54:08

એશિયા કપ 2023 માટે શ્રીલંકા જવા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે વર્ષ 2019માં જેવું તેનું ફોર્મ હતું તેવાં ફોર્મમાં વાપસી કરવા માંગે છે. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચ સિવાય રોહિતે એશિયા કપની દરેક મેચમાં ફિફ્ટી ફટકારી છે. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં રોહિતે 2 છગ્ગા ફટકારીને શાહિદ આફ્રીદીનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે. આ એ રેકોર્ડ હતો જેની ટીવી ચર્ચા દરમિયાન પાકિસ્તાની એક્સપર્ટ વારંવાર ચર્ચા કરતા હતા.

રોહિતે છગ્ગો ફટકારી વનડે કરિયરમાં 10 હજાર રન પૂરા કર્યા

રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને ભારતને એક મજબૂત શરૂઆત આપી હતી. આ બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 7મી ઓવરની 5મી બોલ પર છગ્ગો ફટકારી વનડે કરિયરમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે તે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બીજો બેટ્સમેન પણ બની ગયો હતો. સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે.

રોહિત આફ્રીદીથી આગળ નીકળ્યો

રોહિત 10 હજાર રન પૂરા કરવા માટે જે છગ્ગો ફટકાર્યો હતો તે એશિયા કપ ટુર્નામેન્ટમાં તેનો 27મો છગ્ગો હતો. આ સાથે જ રોહિતે પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો સૌથી મોટો રેકોર્ડ પણ ધરાશાયી કરી દીધો હતો. આફ્રિદીના નામે એશિયા કપમાં 26 છગ્ગા હતા જયારે રોહિતે પાકિસ્તાન સામે 4 છગ્ગા ફટકારીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. હવે રોહિત આફ્રીદીથી આગળ નીકળી ગયો છે. તેના નામે હવે 28 છગ્ગા છે. ગઈકાલે રોહિતે 56 રનની શાનદાર ઇનિંગમાં બીજો છગ્ગો પથીરાનાના ઓવરમાં ફટકાર્યો હતો.

એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ 5 બેટ્સમેન

રોહિત શર્મા (ભારત) : 28 છગ્ગા

શાહિદ આફ્રીદી (પાકિસ્તાન) : 26 છગ્ગા

સનથ જયસૂર્યા (શ્રીલંકા) : 23 છગ્ગા

સુરેશ રૈના (ભારત) : 18 છગ્ગા

મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) : 13 છગ્ગા

સૌરવ ગાંગુલી (ભારત) : 13 છગ્ગા

 

adv

Related News

post
post
post
post
post
post
post