• Home
  • News
  • સાઉદી અરેબિયાની ક્લબ અલ નસર સાથે જોડાયો રોનાલ્ડો:2025 સુધી એશિયાની ક્લબ માટે રમશે, વર્ષે 1770 કરોડ રૂપિયા મળશે
post

રોનાલ્ડોએ પાંચવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-02 19:29:02

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ કપ પહેલા ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની સાથે છેડો ફાડી દીધો હતો. આ પછી આજે તેણે સાઉદી અરિબેયા અલ નાસેરની સાથે ડિલ કરી લીધી છે. તેણે અલ નસરની સાથે 200 મિલિયન યૂરોમાં ડીલ કરી હતી. 37 વર્ષના રોનાલ્ડો આ ક્લબ સાથે 2025 સુધી ડીલ કરી છે. રોનાલ્ડોએ અલ નસરની જર્સીની સાથે પોતાના સોશિયલ મીડિયો અકાઉન્ટ પર ફોટો શેર કર્યો હતો. તે જર્સીની પાછળ તેનો ફેવરિટ નંબર 7 લખેલો હતો.

તેણે ટીમની સાથે જોડાયા પછી કહ્યું હતું કે અલ નસર તરફથી રમવા ઉત્સુક છે. તેણે વધુમાં કહ્યું હતું કે 'હું ભાગ્યશાળી છે કે યૂરોપિય ફૂટબોલમાં જે કંઈ કર્યું તે હવે અહીં એશિયામાં કરવાનો સમય આવી ગયો છે.'

અલ નસર 9 વખત સાઉદી અરેબિયા પ્રો લીગ જીતી ચૂકી છે. ક્લબે છેલ્લીવાર 2019માં ચેમ્પિયન બન્યું હતું.

રોનાલ્ડોનો માન્ચેસ્ટર યુનાઇટેડમાં કાર્યકાળ જૂન 2023માં પૂરો થાય છે
આમ તો રોનાલ્ડોનો માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેનો કાર્યકાળ જૂન 2023માં પૂરો થાય છે. જોકે ક્લબ સાથે રોનાલ્ડોને સારું બનતું ના હોવાથી તેણે ક્લબની આલોચના પણ કરી હતી. ત્યારે યુનાઇટેડ રોનાલ્ડોને 7 મહિના પહેલા જ છોડવા તૈયાર થઈ ગયું છે. માન્ચેસ્ટર યુનાઇટેડમાં તેને દર અઠવાડિયે સેલેરીમાં અંદાજે 5 કરોડ રૂપિયા મળતા હતા. તે યુવેન્ટ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રોનાલ્ડોએ 346 મેચમાં 145 ગોલ કર્યા છે.

રોનાલ્ડોએ પાંચવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો છે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પાંચવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ (2008,2014,2016,2017,2018) જીત્યો છે. તો ઇટલીમાં લીગમાં યુવેન્ટ્સ માટે બે ખિતાબ (2019,2020) જીત્યા છે. જ્યારે સ્પેનમાં રિયલ મેડ્રિડ (2012,2017)ની સાથે જીત્યા છે. અને ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર યુનાઇટેડની સાથે ત્રણ ખિતાબ (2007,2008,2009) જીત્યા છે.