• Home
  • News
  • કર્ણાટકમાં રૂ.1,610 કરોડનું પેકેજ- ખેડૂતો, વણકરો, ધોબી, ઓટો-ટેક્સીચાલકોને રૂ. 5000 આપશે
post

કર્ણાટકે 10 વિશેષ ટ્રેનની માગ પાછી ખેંચી લીધી, મજૂરોને પરત જવા નહીં દેવાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:36:36

બેંગલુરુ: કોરોના વાઇરસ સંક્રમણના કારણે લાગુ લૉકડાઉનથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કર્ણાટક સરકારે 1,610 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેનાથી ખેડૂતો, લઘુ, કુટિર અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), મોટા ઉદ્યોગો, વણકરો, કડિયા, ફૂલોની ખેતી કરનારા, ધોબી, વાળંદ અને ઓટો-ટેક્સીચાલકોને લાભ થશે.


સરકારે 11 ટકા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી
સીએમ યેદિયુરપ્પાએ કહ્યું દોઢ મહિનાથી સમાજનો તમામ વર્ગ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ સાથે સરકારે 11 ટકા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. દરમિયાન કર્ણાટકે 10 વિશેષ ટ્રેનની માગ પાછી ખેંચી લીધી. જ્યારે મજૂરો ઘરે જવા અડી ગયા છે. યેદિયુરપ્પાનું કહેવું છે કે જો મજૂરોને જવા દેવાશે તો રાજ્યમાં શ્રમિકોની અછત સર્જાશે.


કોને શું મળશે?

·         60 હજાર ધોબી અને 2.30 લાખ વાળંદને 5-5 હજારનું વળતર

·         7.75 લાખ ઓટો-ટેક્સી ચાલકોને પણ 5-5 હજાર મળશે

·         એમએસએમઇમાં બે મહિનાનું વીજળી બિલ માફ

·         કડિયા મજૂરોના ખાતામાં 3-3 હજાર રૂપિયા નંખાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post