• Home
  • News
  • પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવી દીધો છે, હવે તેને જવાબ આપવો જરૂરી- વિદેશ મંત્રી જયશંકર
post

વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-15 10:42:03

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવી દીધો છે. તેઓ ભારત પર પ્રેશર લાવવા માટે તેમની જમીન પર સતત આતંકીઓને સમર્થન આપી રહ્યા છે. તેનો જવાબ આપવો હવે જરૂરી થઈ ગયો છે. તેમણે કહ્યું કે, 1972માં થયેલી શિમલા સમજૂતીથી માત્ર પાકિસ્તાનમાં વિદ્રોહ અને જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ વધી રહી છે. જયશંકરે દિલ્હીમાં રામનાથ ગોયનકા મેમોરિયલમાં સંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન જ્યારે તેમની સીમા પર લગામ લગાવશે તે જ શરતે ભારત તેની સાથે વાત કરવા તૈયાર થશે. વિશ્વ મંચ પર એક સમયે ભારતની સ્થિતિ ઘણી સારી હચી પરંતુ 1962ના યુદ્ધથી તેને ઘણું નુકસાન થયું હતું. ત્યારપછી પાકિસ્તાન સાથે પણ 1965નું યુદ્ધ થયું હતું. આ ભારત માટે ખૂબ ખરાબ સમય હતો.

કાર્યક્રમમાં લોકોએ જયશંકરને ચીન, રિજનલ કોમ્પિહેન્સિવ ઈકોનોમીક પાર્ટનરશીપ (આરસીઈપી), અનુચ્છેદ 370 અને નેશનલ રજિસ્ટર સિટિઝન્સ (એનઆરસી) પર સવાલ-જવાબ પણ કર્યા હતા. ભારતે આરસીઈપી સાથે નહી જોડાવવાના સવાલ વિશે કહ્યું હતું કે, ખરાબ સમજૂતી કરવાની જગ્યાએ સારુ છે કે કોઈ સમજૂતી ન કરીયે.