• Home
  • News
  • SAની ભારત સામે સતત 7મી જીત:બીજી T20માં 4 વિકેટથી ભારતને હરાવ્યું, ક્લાસેનની 81 રનની ક્લાસિક ઇનિંગ; સિરીઝમાં 2-0થી આગળ
post

પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા પછી એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉમરાનને બીજી મેચમાં તક મળી શકે છે, પરંતુ તેમ થયું નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-13 11:27:06

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં SAને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન આફ્રિકન ટીમે 10 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે. તેવામાં હવે 5 મેચની આ સિરીઝમાં દ.આફ્રિકા 2-0થી આગળ છે. સ્કોર ચેઝ દરમિયાન SAના બેટર હેનરિક ક્લાસેને 46 બોલમાં 81 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના અનુભવી પેસર ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લઈ મેચ જીવંત રાખી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એનરિક નોર્ત્યાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

ભુવીની પ્રશંસનીય બોલિંગ

·         દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો.

·         યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 49 રન આપી સૌથી મોંઘો બોલર રહ્યો હતો.

·         ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સૌથી સારુ રહ્યું હતું. તેણે 4 ઓવરમાં 13 રન આપી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

·         ભુવીએ 4 ઓવરના સ્પેલમાં 17 ડોટ બોલ ફેંક્યા હતા અને માત્ર 2 ચોગ્ગા જ ખાધા હતા.

પંત અને પંડ્યાની જોડી ફ્લોપ રહી

બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રિષભ પંતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું. તેણે 7 બોલમાં 5 રન જ કર્યા હતા. જ્યારે કેશવ મહારાજે તેની વિકેટ લીધી હતી. પંત ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર શોટ મારવા ગયો અને ડીપ પોઈન્ટ પર કેચઆઉટ થયો હતો. પંતના આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલો હાર્દિક પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તે 9 રન કરીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ઉમરાનને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું
ઉમરાન મલિકને બીજી ટી20માં પણ તક મળી નથી. પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા પછી એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉમરાનને બીજી મેચમાં તક મળી શકે છે, પરંતુ તેમ થયું નહીં. ભારતીય ટીમે એ જ ખેલાડીઓને તક આપી છે જેઓ પ્રથમ મેચમાં ટીમનો ભાગ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post