• Home
  • News
  • સચિન-અર્જુન IPL રમનાર પ્રથમ પિતા-પુત્રની જોડી:અર્જુને કોલકાતા સામે ડેબ્યુ કર્યું, રોહિત શર્મા ડેબ્યુ કેપ આપી
post

અર્જુનને વર્ષ 2021માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 19:03:34

આખરે અર્જુન તેંડુલકરને IPLમાં ડેબ્યુ કરવાની તક મળી. અર્જુને રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં ડેબ્યુ કર્યું હતું. તેને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યુ કેપ આપી હતી. આ સાથે સચિન તેંડુલકર અને અર્જુન તેંડુલકર IPLમાં રમનારી પ્રથમ પિતા-પુત્રની જોડી છે. સચિન તેંડુલકર પણ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે.

વર્ષ 2021માં મુંબઈએ 20 લાખ રૂપિયામાં ખરીદી હતી
અર્જુનને વર્ષ 2021માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જે બાદ 2022માં તેને 25 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિઝન માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મીની ઓક્શનમાં મુંબઈએ તેને જાળવી રાખ્યો હતો.

અર્જુનની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી
અર્જુન તેંડુલકરે પ્રથમ વખત ગોવા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. ફર્સ્ટ ક્લાસમાં તેણે કુલ 7 મેચ રમી અને 547 રન અને 12 વિકેટ ઝડપી છે. લિસ્ટ A ક્રિકેટમાં અર્જુને 7 મેચમાં કુલ 259 રન અને 8 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે અર્જુને વર્ષ 2021માં પ્રથમ વખત હરિયાણા વિરૂદ્ધ T20 ડેબ્યુ કર્યું હતું. તેણે કુલ 9 મેચમાં 198 રન અને 12 વિકેટ ઝડપી છે.

સચિન તેંડુલકરની IPL કારકિર્દી
સચિન તેંડુલકરે કુલ 78 મેચ રમી જેમાં 2334 રન બનાવ્યા હતા. તેમની સરેરાશ 33.83 હતી અને તેમનો સ્ટ્રાઈક રેટ 119.82 હતો.

પિતાની જેમ તેણે રણજી ડેબ્યૂમાં સદી ફટકારી હતી
ગયા વર્ષે, 14 ડિસેમ્બર 2022ના રોજ, અર્જુન તેંડુલકરે ગોવા તરફથી રમતા 207 બોલમાં 120 રનની ઇનિંગ રમી હતી. અર્જુને તેની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અર્જુને તેના પિતા સચિનની જેમ રણજી ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી. સચિને 1988માં રણજી ડેબ્યુમાં સદી પણ ફટકારી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post