• Home
  • News
  • ફંડ ભેગું કરવા માટે 8 ફેબ્રુઆરીએ ચેરિટી મેચ, તેંડુલકર પોન્ટિંગ-11ના અને વોલ્શ વોર્ન-11ના કોચ તરીકે ફરજ નિભાવશે
post

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગમાં 30 લોકો સહિત 50 કરોડ પ્રાણીઓનાં મોત નીપજ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 11:16:47

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકો માટે ફંડ ભેગું કરવા 8 ફેબ્રુઆરીએ મેલબોર્નમાં એક ચેરિટી ક્રિકેટ મેચ રમાશે. મેચ પોન્ટિંગ-11 અને વોર્ન-11ની ટીમ વચ્ચે રમાશે. પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની ટીમના કોચ તરીકે સચિન તેંડુલકર, જ્યારે દિગ્ગજ સ્પિનર શેન વોર્નની ટીમના કોચ તરીકે કર્ટની વોલ્શ ફરજ નિભાવશે.

8 ફેબ્રુઆરીના રોજ બિગ બેશ લીગની ફાઇનલ પણ રમાશે. તેમજ મેલબોર્નના જંકશન ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ અને ભારતીય મહિલા ટીમ વચ્ચે T-20 રમાશે.

ગિલક્રિસ્ટ, લેન્ગર અને ક્લાર્ક પણ મેચમાં રમશે
પોન્ટિંગ અને વોર્ન સિવાય મેચમાં ઓસ્ટ્રેલિયાના જસ્ટિન લેન્ગર, એડમ ગિલક્રિસ્ટ, બ્રેટ લી, શેન વોટ્સન, એલેક્સ બ્લેકવેલ અને માઈકલ ક્લાર્ક રમશે.


સ્ટીવ વો અને મેલ જોનેસ એકપણ ટીમમાં રમશે નહીં, પરંતુ મેદાન પર હાજર રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, આગામી બે અઠવાડિયામાં બંને ટીમ સંબંધિત વધુ માહિતી શેર કરવામાં આવશે.

વોર્ને ફંડ માટે પોતાના કેપની 4.88 કરોડ રૂપિયામાં હરાજી કરી હતી
વોર્ને ફંડ માટે પોતાની ટેસ્ટ કેપ (બેગી ગ્રીન) 10 જાન્યુઆરીએ લગભગ 4.88 કરોડ રૂપિયા (1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર)માં વેચી હતી. પહેલા ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ અને ડાર્સી શોર્ટ જેવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ બિગ બેશ લીગમાં પોતે ફટકારેલી દરેક સિક્સ માટે 250 ઓસ્ટ્રેલિયન ડોલર આપવાની જાહેરાત કરી હતી.