• Home
  • News
  • કોરોના મહામારીમાં સાધુ-સાધ્વીજી ગોચરી લેવા નહીં જાય, જૈન સંઘો વ્યવસ્થા કરશે
post

બંને સંતોએ કહ્યું સાધુ-સાધ્વીજી સમાજની મૂડી છે, તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 10:02:20

રાજકોટ: કોરોના મહામારીમાં મુંબઈમાં જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ પણ કોરોના સંક્રમિત થયા છે ત્યારે આ વિકટ સ્થિતિમાં સાધુ-સાધ્વીજીઓને ઘેર ઘેર ગોચરી લેવા જવું પડે છે અને સંક્રમણનું જોખમ રહે છે. રાજકોટમાં 100થી વધુ અને સૌરાષ્ટ્રમાં 2 હજારથી વધુ સાધુ-સાધ્વીજીઓ સ્થાયી થયા છે. ત્યારે જૈન સંપ્રદાયના મોટા સંત એવા મુંબઈમાં બિરાજતા ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીજી અને હાલ સૌરાષ્ટ્રમાં ચાતુર્માસ અર્થે પધારેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે વર્તમાન પરિસ્થિતિ અંગે દિવ્ય ભાસ્કરમાટે લખ્યું અને કહ્યું કે સાધુ-સાધ્વીજી સમાજની મૂડી છે, તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. કોરોનાની સ્થિતિમાં તેઓ ગૌચરી લેવા ન જાય અને તમામ આહાર-જળની વ્યવસ્થા જૈન સંઘો કરે તે જરૂરી છે.

સાધુ-સાધ્વીજી માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘો કરે: ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી
કોરોના મહામારીના સમયમાં અપવાદ માર્ગનો ગૅનો સ્વીકાર કરી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘોમાં જ થાય તે જરૂરી છે. સાધુ-સંતો એ સમાજની મહામૂલી મોંઘેરી મૂડી છે. ભારતભરમાં લગભગ 17000 આસપાસ સાધુ-સાધ્વીજીઓ વિદ્યમાન છે. અત્યારે એક - એક ગલી અને મહોલ્લામાં કોરોનાગ્રસ્ત સંક્રમિતો થઈ ગયાં છે. આવા સમયે ગોચરી, આહાર-પાણી માટે સાધુઓએ બહાર નીકળવું જોખમી સાબિત થશે. જૈન સમાજે અપવાદ માર્ગનો અને આવેલ પરિસ્થિતિને સમજી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા અને આરોગ્ય કાજે જૈન સમાજે ધર્મ સ્થાનકની પ્રિમાઈસીમાં જ કે નજીકમાં જ ભોજનની વ્યવસ્થા કરીને સમયને અનુસરવા સેવા - વૈયાવચ્ચમાં સહાયરૂપ બનવું જોઈએ.

ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ: નમ્રમુનિ મહારાજ
કોરોના મહામારીના સમયે ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ. काले कालं समायरेએટલે કે સમય અનુસાર વર્તવું જોઈએ. સાધુ સાધ્વીજી જૈન સમાજની મૂડી છે. તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. સમય અનુસાર કોરોનાની સ્થિતિને સમજીને સાધુ-સાધ્વીજીની ગોચરી, આદિની વ્યવસ્થા આયંબિલ ભવન, આદિમાં થાય અને દેશકાળ અનુસાર સંઘો વ્યવસ્થા ગોઠવે તે અપવાદ માર્ગે જરૂરી છે. વર્તમાન સમય જોઈને વર્તવું, પ્રભુ આજ્ઞા છે. એક વખત સાધુ-સાધ્વીજીને કોરોના થઇ જવાથી હોસ્પિટલમાં અનેક દોષોનું સેવન કરવું પડે છે. એના કરતા જો પહેલેથી જ જો ધ્યાન રાખવામાં આવે તો અનેક પાપથી બચી જવાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post