• Home
  • News
  • જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર નમાજ અદા થતાં સંતો રોષે ભરાયા, બજરંગદળે કાર્યવાહીની માંગ કરી
post

સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવેઃ બજરંગદળ

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 18:23:34

જૂનાગઢઃ (junagadh)ઉપરકોટના કિલ્લામાં જાહેરમાં નમાજ અદા કર્યા બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. (offering namaz)નમાજ અદા કરતો ફોટો વાયરલ થયા બાદ સંતોમાં રોષ ફેલાયો છે. (Video viral) બીજી તરફ બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું (bajrang dal) એલાન પણ કરવામાં આવ્યું છે. 

જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા બજરંગદળની માંગ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારે કેટલાક લોકોએ ઉપરકોટ કિલ્લામાં નમાજ અદા કરી હતી. બાદમાં ઉપરકોટ કિલ્લાના મનેજર દ્વારા ઘટનાને લઈને પોલીસને જાણ કરાઇ હતી. જોકે પોલીસને જાણ કર્યા છતાં હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ. નમાજનો વીડિયો સામે આવ્યા બાદ હવે બજરંગદળ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. બજરંગદળ ગુજરાત પ્રદેશ સંયોજકે કહ્યું છે કે, સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. 

સનાતન ધર્મ શાંતિ પ્રિય ધર્મ છેઃ શેરનાથ બાપુ

જૂનાગઢ ઉપરકોટમાં નમાજ પઢતો વીડિયો વાયરલ મામલે શેરનાથ બાપુએ કહ્યું કે, જાહેરમાં નમાજ પઢીને સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છાશવારે આવા છમકલાં કરવામાં આવે છે અને આ રીતે વારંવાર છમકલા કરી ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મ શાંતિ પ્રિય ધર્મ છે પરંતુ શાંતિને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શેરનાથ બાપુએ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.


adv

Related News

post
post
post
post
post
post
post