• Home
  • News
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાડા છ લિટર દૂધ ઉકાળવાનો પગાર દોઢ લાખ રૂપિયા!
post

હોસ્પિટલમાં કોવિડની ગ્રાન્ટમાંથી હોટેલને સીધો વર્કઓર્ડર આપી કૌભાંડ આચરાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:45:59

રાજકોટના સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને બે ટાઈમ દૂધ અપાય છે. 6.5 લિટર જેટલું દૂધ ઉકાળીને આપવા માટે 3-3 રસોઈયાને ફરજ સોંપાઈ છે આ ત્રણેયનું કામ દિવસમાં બે વખત માત્ર દૂધ ઉકાળવાનું જ છે! એટલે કે દોઢ લાખના સરકારી ખર્ચે માત્ર દૂધ ઉકળે છે. હકીકતે આ ત્રણેય રસોઈયાનું કામ સિવિલની મુખ્ય કેન્ટીન સંભાળવાનું છે પણ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા કળા કરી ગયા છે.

હોસ્પિટલમાં કોવિડની ગ્રાન્ટમાંથી હોટેલને સીધો વર્કઓર્ડર આપી કૌભાંડ આચરાયું હતું જેનો પર્દાફાશ કરતા હોટેલનો ઓર્ડર રદ થયો હતો અને ડો.મહેતાની બદલી પણ થઈ હતી. જો કે બદલી પહેલા તેમણે સિવિલનું રસોડું કે જેમાં સરકારી પગાર લેતા રસોઈયા હતા તેમને બાળકોની હોસ્પિટલમાં મોકલી દીધા અને આખું રસોડું તેમના માનીતા કોન્ટ્રાક્ટરના હવાલે કરી દીધું અને સરકારને કોન્ટ્રાક્ટનો વધુ આર્થિક ફટકો આપ્યો છે. જ્યારે સરકારે જેમની નિમણૂક રસોડાના સંચાલન માટે કરી છે તેમને સવેતન બેસાડી રખાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post