• Home
  • News
  • લોકડાઉન ખુલ્યાં બાદ N-95, થ્રી-લેયર માસ્કનાં વેચાણમાં 20 ટકા ઘટાડો
post

એન-95 માસ્ક એક વાર પહેરીને ફેંકી દેવું પડતું હોવાથી લોકો કોટનનાં અને વોશેબલ માસ્કનો ઉપયોગ વધુ કરવા લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:15:30

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો થતાં માર્ચથી મે મહિના દરમિયાન એન-95 અને થ્રી-લેયર માસ્કની માંગ વધતાં વેચાણમાં એકાએક ઉછાળો થતાં. રૂ. 10 કરોડનાં માસ્ક વેચાયા હતા. પરંતુ, લોકોમાં માસ્ક પહેરવાની અવેરનેસ વધવાની સાથે લોકો કોટનનાં વોશેબલ માસ્ક અને રૂમાલનો વધુ ઉપયોગ કરતાં હોવાથી લોકડાઉન ખુલ્યાં બાદ શહેરમાં એન-95 અને થ્રી-લેયર માસ્કનાં વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા માસ્કની નિકાસ પર કોઇ પ્રતિબંધ લાદ્યો ન હોવાનું જો કે, ગુજરાત કેમિસ્ટ એસોસિએશન જણાવી રહ્યું છે. 

ગુજરાત કેમિસ્ટ એસોસિએશનનાં ચેરમેન જશુભાઇ પટેલ જણાવે છે કે, લોકડાઉન ખુલ્યા બાદ મોટાભાગનાં લોકો કોટનનાં વોશેબલ માસ્ક અને રૂમાલનો ઉપયોગ કરતાં થયાં હોવાથી એન-95 અને થ્રી-લેયર માસ્કનાં વેચાણમાં 20 જેટલો ઘટાડો થયો છે. લોકડાઉનને લીધે કંપનીઓ કર્મચારીનાં 30 ટકા પગાર કાપી રહી છે, ત્યારે હવે લોકોને દરરોજ માસ્કનાં રૂ. 20થી 50 ખર્ચવા પોષાય તેમ નથી અને લોકો પણ એન-95 અને થ્રી-લેયર માસ્કના વપરાશની અવેરનેસ આવી છે. આમ લોકો હવે કોટનના માસ્ક ધોઇને ઉપયોગમાં લેતા થયાં છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા માસ્કની નિકાસ પર કોઇ પ્રતિબંધ લાદ્યો હોય તેવું મારા ધ્યાનમાં નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post