• Home
  • News
  • ખુશીના સમાચાર:સરદાર સરોવર નર્મદા ડેમ 97 ટકા ભરાયો, ડેમની સપાટી 135 મીટરની નજીક પહોંચી
post

ડેમમાં હજી પણ 3.87 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:57:33

ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર છે. ગુજરાતની જીવદારી સામન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા હાલ નર્મદા ડેમની સપાટી 135 મીટરની નજીક પહોંચી ગઇ છે. નર્મદા ડેમની સપાટી હાલ 134.88 મીટરે પહોંચી છે. એટલે કે નર્મદા ડેમ 97.25 ટકા ભરાઇ ગયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમની સપાટી તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. પાણીનો ફ્લો આ રીતે જ ચાલુ રહ્યો તો એક અઠવાડિયામાં નર્મદા ડેમ છલકાશે. હાલ ઉપરવાસમાંથી 3.87 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.

નર્મદા ડેમમાંથી 1.55 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે
નર્મદા ડેમના 10 દરવાજા 0.8 મીટરથી ખોલી 1.13 લાખ ક્યૂસેક પણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા અને રિવરબેડ પાવર હાઉસ મળીને નર્મદા નદીમાં કુલ 1.55 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે નર્મદા નદીમાં પાણી ઓછુ થતાં નર્મદા નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. નર્મદા ડેમમાં હાલ 4598.60 ક્યૂસેક લાઇવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી છેલ્લા 17 કલાકમાં 18 ફૂટ પાણી ઉતર્યું
ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજે પણ નર્મદા નદીની જળ સપાટીમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લો પૂરની સ્થિતિથી બહાર આવી ગયો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તર 17.50 ફૂટે સ્થિર થઇ છે. છેલ્લા 17 કલાકમાં 18 ફૂટ પાણી ઉતર્યું છે. પૂરના પાણી ઓસરતા વહીવટી તત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. નર્મદા નદી કાંઠે આવેલુ રાજ્યનું એક માત્ર કોવિડ સ્મશાન ગૃહ પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જોકે પૂરના પાણી ઓસરતા કોવિડ સ્મશાન ગૃહ ફરી કાર્યરત થયુ છે.

કરજણ ડેમ 81.35% ભરાઇ ગયો
કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. હાલ ડેમમાં 6346 કયૂસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે ડેમના 2 દરવાજા ખોલીને 5946 કયૂસેક છોડવામાં આવી રહ્યું છે. બે હાઈડ્રો પાવર યુનિટ દ્વારા વીજ ઉત્પાદન ચાલુ છે. કરજણ ડેમ 81.35% ભરાઇ ગયો છે. ડેમમાં પાણીનું સ્ટોરેજ 414.26 MCM છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post