• Home
  • News
  • રણજીમાં સૌરાષ્ટ્રનો માસ્ટર સ્ટ્રોક:ઓડિશાને 1 ઈનિંગ અને 131 રનથી હરાવ્યું, ચિરાગ જાનીની ડબલ સેન્ચુરી; ધર્મેન્દ્રએ બંને ઈનિંગમાં કુલ 11 વિકેટ લીધી
post

ચિરાગ જાનીની ડબલ સેન્ચુરી તથા શેલ્ડન અને અર્પિતની ફિફ્ટીની સહાયથી સૌરાષ્ટ્રએ પહેલી ઈનિંગમાં 501 રન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-28 11:47:48

સૌરાષ્ટ્રે ઓડિશા સામેની 4 દિવસિય મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ટીમે ચિરાગ જાનીની ડબલ સેન્ચુરી તથા શેલ્ડન અને અર્પિતની ફિફ્ટીની સહાયથી સૌરાષ્ટ્રએ પહેલી ઈનિંગમાં 501 રન કર્યા હતા. જેના જવાબમાં ઓડિશા 165 રનમાં ઓલઆઉટ થઈ જતા ફોલોઓન થયું અને પછી બીજી ઈનિંગમાં બોલર્સની ધારદાર બોલિંગ સામે ઓડિશાને એક ઈનિંગ અને 131 રનથી હરાવ્યું છે.

સૌરાષ્ટ્રની શાનદાર બેટિંગ

·         પહેલી ઈનિંગમાં સૌરાષ્ટ્રના બેટર ચિરાગ જાનીએ 373 બોલમાં 33 ચોગ્ગા અને 4 છગ્ગાની સહાયથી 235 રનની ઈનિંગ રમી હતી.

·         શેલ્ડન જેક્સને 112 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 75 રન કર્યા હતા.

·         અર્પિત વસાવડા 121 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની સહાયથી 61 રન કર્યા હતા.

·         ચેતેશ્વર પુજારાએ 6 બોલમાં 2 ચોગ્ગાની સહાયથી 8 રન કર્યા હતા.

બંને ઈનિંગમાં સૌરાષ્ટ્રના બોલર્સનો તરખાટ
501
રનનો તોતિંગ સ્કોર કર્યા પછી સૌરાષ્ટ્રની બોલિંગ પણ શાનદાર રહી હતી. આ દરમિયાન ઓડિશાની પહેલી ઈનિંગમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવે 4, ચેતન સાકરિયાએ 1, ધર્મેન્દ્રસિંહે 4 વિકેટ લીધી હતી. વળી બીજી ઈનિંગમાં બોલિંગ દરમિયાન જયદેવે 2, સાકરિયાએ 1 તથા ધર્મેન્દ્ર સિંહે 7 વિકેટ લીધી હતી. જેના પરિણામે સૌરાષ્ટ્રએ એક ઈનિંગ અને 131 રનથી આ મેચ જીતી લીધી છે.

·         ચિરાગ જાનીને પ્લેયર ઓફ મેચનો અવોર્ડ મળ્યો.

મેચની જાણકારી, સરદાર પટેલ બી ગ્રાઉન્ડ, મોટેરા, અમદાવાદ

ટોસ

સૌરાષ્ટ્રએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

સિરીઝ

રણજી ટ્રોફી

સેશન

2021/22

પ્લેયર ઓફ ધ સિરીઝ

ચિરાગ જાની

મેચના દિવસો

24,25,26,27 (4 દિવસીય મેચ)

અમ્પાયર્સ

એ.વી.ભાનુશાલી
​​​​​નિખિલ પટવર્ધન​​​​

મેચ રેફરી

સંજય વર્મા

પોઈન્ટ

સૌરાષ્ટ્ર - 7, ઓડિશા - 0

રિઝલ્ટ

સૌરાષ્ટ્રએ એક ઈનિંગ અને 131 રનથી મેચ જીતી