• Home
  • News
  • સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ પાસે સી-પ્લેનનું ટર્મિનલ બનશે
post

મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટ જાય તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:02:57

સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. મંગળવારે એવિએશન વિભાગના અધિકારીઓ સી-પ્લેનનું ટર્મિનલ બનાવવાનું છે તે સ્થળે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે પોલીસ સાથે આવ્યા હતા.

સૂત્રોના કહેવા પ્રમાણે રિવરફ્રન્ટના પશ્ચિમ તરફ આંબેડકર બ્રિજ પાસે સી-પ્લેનનું ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનું ટર્મિનલ બનાવવામાં આવશે. અહીં કયા કયા પ્રકારની સુરક્ષા ધ્યાને રાખવી તે અંગે સ્થળ પર જ ચર્ચા થઈ હતી. જરૂરી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ કંપની પાસેથી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ ખાતેથી સી-પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હોવાની શક્યતા અધિકારી સૂત્રોએ વ્યક્ત કરી છે. જો કે, આ અંગે હજુ કોઈપણ સત્તાવાર માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન રિવરફ્રન્ટથી સી-પ્લેનમાં ધરોઈ ડેમ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post