• Home
  • News
  • MS યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાનો મુદ્દો હિંસક બન્યો, AGSG અને AGSUના વિદ્યાર્થીઓએ છૂટાહાથે એકબીજાને ફટકાર્યા, એકને માથામાં ઈજા
post

6 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 20:00:32

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા છ દિવસથી કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માગ સાથે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીમાં ગુંડાગર્દીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન (AGSU) અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રૂપ (AGSG) ગ્રૂપ વચ્ચે જાહેરમાં મારામારી થતાં દોડધામ મચી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાધામને રાજકીય અખાડો બનાવી દીધો છે. વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે ત્યાં અવારનવાર મારામારીનાં દૃશ્યો સર્જાય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે.

છોકરીએ છોકરાને તમાચો ઝીંકી દીધો ને મામલો વકર્યો
AGSG
ગ્રૂપની કાર્યકર દિયા પટેલે જણાવ્યું હતું કે, મારામારી કરવાનું કોઈ પણ કારણ નહોતું. અમારા ગ્રૂપનો એક છોકરો ત્યાં બેઠો હતો એ સમયે એમના ગ્રૂપની એક છોકરીએ આવીને કહ્યું હતું કે, તને શું પ્રોબ્લેમ છે, જેથી છોકરાએ કહ્યું હતું કે, કંઈ પ્રોબ્લેમ નથી. અમારા ગ્રૂપના છોકરાએ કહ્યું હતું કે, મારી સાથે વાત ન કર છોકરી સાથે વાત કર. આ દરમિયાન એ છોકરીઓએ અમારા ગ્રૂપના છોકરાને લાફો મારી દીધો હતો. જેથી મેં તે છોકરીને કહ્યું હતું કે, લાફો કેમ મારે છે, તે સમયે તેણે કોઈ કારણ ન આપ્યું હતું. આ સમયે તેમના ગ્રૂપના પંકજ અને જય આવીને તેમના ગ્રૂપની છોકરીને કહ્યું હતું કે, સયાજીગંજમાં જઈને કેસ કરી દે. જો કે, અમારા ગ્રૂપના છોકરાએ કંઈ ખોટું કર્યું નથી તો કેસ શેનો કરે. આ લોકો રોજ કોમર્સ ફેકલ્ટીમાં આવીને માત્ર ફેમસ થવા માટે નાટકો કરે છે.

AGSU ગ્રૂપે AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ પર આક્ષેપ કર્યા
AGSU ગ્રૂપના પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ગ્રૂપના વિદ્યાર્થીઓ હાથચાલાકી કરતા હોય છે. આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે સમયે અમારાં છોકરા-છોકરીઓને તેઓ અપશબ્દો બોલ્યા હતા અને આ દરમિયાન અમારા ગ્રૂપની છોકરીએ તેમના ગ્રૂપના છોકરાને ધક્કો માર્યો હતો. જેથી તેને વાગ્યું હતું. અમારા ગ્રૂપની છોકરીઓને અપશબ્દો બોલ્યા હતા જેથી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા છીએ.

અગાઉ વીસી અને ડીનનું પૂતળું સળગાવ્યું હતું
વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને સત્તાધીશો દ્ધારા લેવામાં આવેલ નિર્ણયને લઈને વિવાદ છેડાયો છે. પહેલા દિવસે AGSUએ વીસી અને ડીનનું પૂતળું સળગાવ્યું હતું. પછી NSUIએ વીસી અને ડીનના ફોટો ગધેડાના મોઢા પર ચોંટાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. AGSUએ સત્તાધીશોના અસ્થિનું ગટરમાં વિસર્જન કરીને બેસણું પણ યોજી વિરોધ કર્યો હતો.

6 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે
યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં માત્ર 5300 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા વડોદરા શહેર તેમજ જિલ્લાના 3000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને કોમર્સ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા છેલ્લા 6 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post