• Home
  • News
  • 24 કલાકમાં કુલગામમાં બીજુ એન્કાઉન્ટરઃલોઅરમુંડામાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઘેર્યા, ગઈકાલે 4 ઠાર મરાયા હતા
post

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 50 આતંકી માર્યા ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:10:41

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામના લોઅરમુંડામાં સોમવારે સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઘેર્યા છે. ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાબળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. રવિવારે કુલગામના ગુદ્દેર વિસ્તારમાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા. 

કાશ્મીરના હિઝબુલ ચીફે પંજાબમાં આતંકી મોકલ્યા હતા, ધરપકડ 
રવિવારે જ અમૃતસરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી હિલાલ અહેમદ જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પકડાયો હતો. હિલાલ અવંતીપોરાનો રહેવાસી છે. પંજાબની પોલીસ મહાનિયામક દિનકર ગુપ્તાએ જણાવ્યું કે,  હિલાલની એ વખતે ધરપકડ કરાઈ હતી, જ્યારે તે મેટ્રો યાર્ડ પાસે ટ્રક લઈને ઊભો હતો. હિલાલને કાશ્મીરમાં હિઝબુલ ચીફ રિયાઝ અહેમદ નાઈકૂએ અમૃતસક મોકલ્યો હતો. તેને અહીંયા સફેદ એક્ટિવાથી આવેલા વ્યક્તિએ 25 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસ હવે પૈસા આપનારની તપાસ કરી રહી છે. 

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 50 આતંકી માર્યા ગયા 
જમ્મુ- કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓના એન્કાઉન્ટરના ઘણા મામલા સામે આવ્યા છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એક જાન્યુઆરીથી અત્યાર સુધી 50 આતંકી માર્યા ચુક્યા છે. જેમાં 23 આતંકવાદી 25 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ માર્યા ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ સેનાને માહિતી આપી છે કે પાકિસ્તાન તરફથી મોટી ઘુસણખોરીના પ્રયાસ કરાઈ રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post