• Home
  • News
  • મોસ્કો-ગોવા ફ્લાઈટમાં સુરક્ષા ટીમ દ્વારા તપાસ પૂર્ણ, બોમ્બ હોવાની અફવા
post

આ ચાર્ટર ફ્લાઈટમાંથી કોઈ જ પ્રકારની શંકાસ્પદ ચીજ મળી ન હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 19:57:49

જામનગર: ગઈકાલે રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી ઈન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ ચાર્ટર ફ્લાઈટનું તાત્કાલિક જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને સુરક્ષા ટુકડીએ ચાર્જ સંભાળ્યો હતો. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હાલ ફ્લાઈટની અંદરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસમાં કંઈપણ શંકાસ્પદ વસ્તું મળ્યું નથી. બોમ્બ વિશેની માહિતી માત્ર અફવા હતી. એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આ ફ્લાઈટ આજે સવારે 10:30થી 11 વાગ્યાની વચ્ચે ગોવા માટે રવાના થઈ શકે છે.

જામનગર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું

ગઈકાલે મોસ્કોથી ગોવા જઈ રહેલી ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા સાથે પ્લેનને જામનગરના એરર્ફોસ બેઝ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.  આ ચાર્ટર ફ્લાઈટમાં સવાર તમામ 236થી વધુ વિદેશી નાગરિકોને જુદી જુદી 9 બસો મારફતે તાત્કાલિક અસરથી અન્યત્ર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ ફ્લાઈટને કોર્ડન કરીને બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થતા કલેકટર-એસપી સહિતના અધિકારીઓ એરફોર્સ સ્ટેશનમાં દોડી ગયા હતા. આ ઉપરાંત ફાયર-108ની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ પણ એરફોર્સ સ્ટેશન પર તહેનાતમાં કરી દેવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post