• Home
  • News
  • સીમા હૈદરને ATSએ સેફ હાઉસમાં શિફ્ટ કરી:સચિન પણ સાથે, 6 સવાલના જવાબ ઇચ્છે છે એજન્સીઓ; IB કાઠમાંડુ જશે, SSB પાસે રિપોર્ટ માગ્યો
post

સીમા હૈદર જેલમાં જશે અથવા તેને દેશનિકાલ એટલે કે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે. તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:21:38

ATSએ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને નોઈડાના સેફ હાઉસમાં શિફ્ટ કરી છે. સીમા સાથે તેને એક પુત્ર અને બોયફ્રેન્ડ સચિન પણ છે. સીમા જાસૂસ છે કે ગર્લફ્રેન્ડ? 15 દિવસ પછી પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. સોમવારે UP ATSએ તેની 8 કલાક પૂછપરછ કરી હતી. તેના કાકા અને ભાઈના પાકિસ્તાની આર્મીમાં હોવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સીમાને મોડી રાત્રે ઘરે મોકલી દેવામાં આવી હતી.

સીમા, સચિન અને તેના પિતાને મંગળવારે સવારે ફરી ATS પૂછપરછ માટે લઈ ગઈ. મુંબઈ પોલીસને સીમાને પાકિસ્તાન મોકલવા અને 26/11 જેવા હુમલાની ધમકી મળ્યા પછી તેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.

 

IBએ સીમાની એન્ટ્રી પર SSB પાસેથી રિપોર્ટ માગ્યો
સીમા તેનાં 4 બાળકો સાથે ભારતમાં કેવી રીતે આવી? ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) એ આ અંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (SSB) પાસેથી રિપોર્ટ માગ્યો છે. સીમા નેપાળથી બિહારની સીતામઢી બોર્ડર પાર કરીને ભારત આવી હતી. આ સરહદની સુરક્ષામાં SSB તૈનાત છે. આઈબીએ પૂછ્યું છે કે જ્યારે સીમા અને તેનાં 4 બાળકો પાસે નેપાળના ટૂરિસ્ટ વિઝા હતા તો તેઓ કેવી રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યાં? ભૂલ ક્યાં છે? શું એ ભૂલ છે કે કાવતરું?

આ સમગ્ર મામલાની તપાસ માટે આઈબીની એક ટીમ નેપાળ પણ જઈ રહી છે. આ ટીમ એક પછી એક સીમા અને સચિનનાં નિવેદનોની ખરાઈ કરશે. આઈબીને શંકા છે કે સીમાનાં 4 બાળકો સાથે નેપાળ બોર્ડર પાર કરવાની કહાનીમાં પડદા પાછળ કોઈ અન્ય વ્યક્તિ છે. તે વ્યક્તિ પ્રભાવશાળી છે, જેણે સીમાની ભારતમાં એન્ટ્રી કરાવી.

 

જેલ કે દેશનિકાલ? તપાસ બાદ નિર્ણય લેશે
સીમા હૈદર જેલમાં જશે અથવા તેને દેશનિકાલ એટલે કે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે. તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. લવ એન્ગલ, PUBGને કારણે જે તપાસ એજન્સીઓ આ મામલાને હળવાશથી લઈ રહી હતી તે અચાનક સક્રિય થઈ ગઈ છે. તપાસ દરમિયાન જો ક્યાંયથી પણ જાસૂસી એંગલ સામે આવશે તો સીમાને જેલમાં મોકલવામાં આવશે તે નિશ્ચિત છે. સીમાની સાથે સચિન પણ તેને આશરો આપવા બદલ જેલ જઈ શકે છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, એકથી બે દિવસમાં જ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નોઇડા પોલીસના લેટર પછી પાકિસ્તાન દૂતાવાસ સાથે સંપર્ક કરી શકે છે. તે પછી સીમા હૈદરને પાકિસ્તાન મોકલવામાં આવી શકે છે. જો તે જાસૂસ હશે તો માત્ર તેનાં ચાર બાળકોને પાકિસ્તાન મોકલવામાં આવશે. જ્યારે સીમા અને સચિન બંનેને જેલ મોકલવામાં આવશે.

3 કારણ, જેના કારણે તપાસ એજન્સીઓ અચાનક સક્રિય થઈ...

·         IB તરફથી ઈનપુટ મળ્યા કે સીમાના કાકા પાકિસ્તાન આર્મીમાં સૂબેદાર છે. તેનો ભાઈ પણ પાકિસ્તાની આર્મીમાં છે. જોકે અગાઉ સીમાએ આ વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે તેનો ભાઈ સેનાની તૈયારી કરી રહ્યો છે, એટલે કે તેનું નિવેદન સાચું નથી.

·         સરહદને લઈને પાકિસ્તાનમાં ગતિવિધિ વધી છે. ત્યાંનાં સ્થાનિક જૂથો સીમાને પાકિસ્તાન પરત મોકલવાની ધમકી આપતા વીડિયો જારી કરી રહ્યા હતા. લઘુમતીઓને નિશાન બનાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં તપાસ એજન્સીઓ આ મામલામાં કોઈ નમ્રતા દાખવવાના મૂડમાં નથી. એવી પણ આશંકા છે કે આ મામલો ત્યાં રહેતા લઘુમતીઓ માટે સમસ્યા બની શકે છે.

·         મુંબઈ પોલીસને સીમાને પરત મોકલવાની ધમકીઓ પણ મળી હતી. 26/11 જેવા હુમલાની ચેતવણી આપી હતી. સીમા સતત પોતાનાં નિવેદનો અને વીડિયોમાં પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારની વાત કરતી રહે છે. આવી સ્થિતિમાં સરહદ પાછળ અન્ય કેટલાક લોકો છે કે કેમ તે અંગે શંકા છે. જેઓ વાતાવરણ ડહોળવા માટે આવાં નિવેદનો કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post