• Home
  • News
  • શહેરમાં બહારથી આવેલા માટે સેલ્ફ ડેક્લેરેશન ફરજિયાત કરાયું
post

15મીથી ગાંધીનગર આવેલા તમામે સામેથી જાણ કરવા આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 09:48:19

ગાંધીનગરઃ મહાપાલિકા વિસ્તારમાં 8 અને પેથાપુર પાલિકા વિસ્તારમાં 1 મળીને 9 પોઝિટીવ કેસ નોંધાવાના પગલે શહેરી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકુંવર ગઢવીચારણ દ્વારા આદેશ કરાયો છે, કે તારીખ 15મી માર્ચ પછી મહાપાલિકા વિસ્તારમાં બહારથી આવેલા દરેક વ્યક્તિએ તેઓ બહારથી આવ્યાની જાણ સામે ચાલીને તંત્રને ફરજિયાત કરવાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે સત્તાવાર જણાવ્યું કે ગુજરાત રાજ્ય એપેડેમિક ડીઝીસ એક્ટ અન્વયે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે નવેસરથી સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. 

ત્યારે મહાપાલિકા વિસ્તારમાં ગાંધીનગર જિલ્લામાંથી, બહારના જિલ્લામાંથી, અન્ય રાજ્યમાંથી કે વિદેશથી કોઇપણ વ્યક્તિ તારીખ 15મી માર્ચ પછી આવ્યાં હોય તેમણે આ અંગેની જાણ મહાપાલિકાને કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બહારના વ્યક્તિઓ મોબાઇલ ફોન નંબર 8141800751 પર ફોન, મેસેજ, વ્હોટ્સઅપ કોલ કે મેસેજ કરીને જાણ કરી શકશે. ઉપરાંત www.gandhinagarmunicipal.com પર ઉપલબ્ધ કરવામાં આવેલું સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરીને અથવા Gmc8gandhinaga@gmail.com પર ઇ મેઇલ કરીને બહારના વિસ્તારમાંથી ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવ્યાંની જાણકારી આપવાની રહેશે.હાલમાં તો શહેરી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

સંક્રમણ શક્ય નથી એટલે સ્વૈચ્છિક જાણકારીનો નિર્ણય લેવામા આવ્યો 
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે કોવિડ-19ના સંક્રમણને રોકવાનું નિતાંત આવશ્યક છે અને તેના માટે મહાપાલિકા વિસ્તારમાં બહારથી આવેલા લોકે સામે ચાલીને જાણકારી આપવાનું આવશ્યક છે. તેમ કરવાથી ઝડપથી આરોગ્ય ચકાસણી કરી શકાશે. છતાં આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post