• Home
  • News
  • મોદીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના સંબોધનમાં કહ્યું- જે પહેલા જ હાર માની લે છે તેમની સમક્ષ નવી તકો આવતી નથી
post

2 જૂને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના એન્યુઅલ સેશનમાં પણ સામેલ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 12:00:34

કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ સેશનમાં સંબોધન કરી રહ્યાં છે. મોદી વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા છે. મોદી 10 દિવસમાં આ બીજી વખત ઈન્ડસ્ટ્રીના લોકો સાથે જોડાશે. અગાઉ 2 જૂને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના એન્યુઅલ સેશનમાં તેમણે ઈકોનોમિ પર વાત કરી હતી.

અપડેટ્સ

·         આઈસીસીએ તેની રચના પછીથી આઝાદીની લડાઈ જોઈ છે, જીવી છે. સરકારોની મુશ્કેલીઓ પણ સહન કરી છે. તીવ્ર દુષ્કાળને પણ જોયો છે. ભાગલાના દર્દને જોયું પણ છે અને સહન પણ કર્યું છે. આ વખત પીજીએમ એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ મલ્ટીપલ ચેલેન્જીસનો સામનો કરી રહી છે. કોરોનાવાઈરસ સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ભારત પણ લડી રહ્યું છે, અન્ય સંકટો પણ સતત સર્જાઈ રહ્યાં છે.

·         આ કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા થઈ રહ્યો છે. 10 દિવસમાં આ બીજી વખત મોદી ઈન્ડસ્ટ્રીના લોકો સાથે જોડાયા છે. આ પહેલા તેમણે 2 જૂને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના એન્યુઅલ સેશનમાં ઈકોનોમિ પર વાત કરી હતી.

·         એકતાથી મોટામાં મોટી મુશ્કેલી સામે લડી શકાય છે. મુશ્કેલીની એક જ દવા છે- મજબૂતાઈ. મુશ્કેલ સમયે દરેક વખતે ભારતના ડિટમિનિશેનને મજબૂત કર્યો છે. દેશના લોકોના સંકલ્પને ઉર્જા આપી છે. 

·         આત્મનિર્ભરતાના આ ભાવને વર્ષોથી ભારતીયોએ એક એસ્પિરેશનની સાથે જીવ્યો છે. છતા પણ ભારતીયોની એવી ઈચ્છા રહી છે કે મેડિકલ, ડિફેન્સ, કોલ-મિનિરલ, ફર્ટિલાઈઝરના ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર હોતતો. કદાચ  ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ, સોલર પેનલ, ચિપ, એવિએશન સેકટરમાં પણ આત્મનિર્ભર હોતતો.

·         છેલ્લા 5-6 વર્ષમાં દેશની નીતિઓમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. કોરોના મહામારીએ આપણે તેની પર વધુ ઝડપથી કામ કરવાનો પાઠ શીખવ્યો છે. આ પાઠમાંથી નીકળે છે આત્મનિર્ભરતા અભિયાન. 

·         આપણે જોઈએ છે કે પરિવારમાં છોકરો-છોકરી 18-20 વર્ષના થાય એટલે મા-બાપ કહે છે કે તમે તમારા પગે ઉભારહેતા શીખો. એક રીતે આત્મનિર્ભર ભારતનો પાઠ પરિવારથી જ શરૂ થાય છે. આત્મનિર્ભરત ભારતનો સીધો અર્થ એ છે કે ભારત બીજા દેશો પરથી તેની નિર્ભરતા ઓછી કરે. જે વસ્તુઓને ભારત ઈમ્પોર્ટ કરે છે તે દેશમાં કઈ રીતે બનાવી શકાય તે મુદ્દે વિચારવામાં આવે.

·         દરેક સામાન જે ભારતના લઘુ ઉદ્યોગો બનાવે છે. જે સામાન આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલા ગરીબો બનાવે છે, તેને છોડીને વિદેશથી તે સામાન મંગાવવાની પ્રવૃતિ પર પણ આપણે કન્ટ્રોલ કરવાનો છે. 

2019-20માં GDP ગ્રોથ 4.2 ટકા, 11 વર્ષમાં સૌથી ઓછો
ઉદ્યોગ સંગઠનોના કાર્યક્રમોમાં મોદી સામેલ થાય તે એટલા માટે મહત્વનું છે કારણ કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે દેશની ઈકોનોમિનો ગ્રોથ અટકી ગયો છે. જાન્યુઆરી-માર્ચમાં GDPનો ગ્રોથ ઘટીને 3.1 ટકા થયો હતો. સમગ્ર ફાઈનાન્શિયલ વર્ષ(2019-20)માં ગ્રોથ માત્ર 4.2 ટકા રહ્યો હતો, તે 11 વર્ષમાં સૌથી ઓછો છે.

મોદીને ઈકોનોમિક ગ્રોથ પરત ફરવાનો વિશ્વાસ
મોદીએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના પ્રોગ્રામમાં કહ્યું હતું કે ગ્રોથ ચોક્કસ પરત ફરશે અને અનલોક-1ની સાથે તેની શરૂઆત થઈ ગઈ છે. સરકારને ખેડૂતો, નાના-મધ્યમ ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રીના લીડર પર ભરોસો છે. કોરોનાની વિરુદ્ધ ઈકોનોમિને ફરીથી મજબૂત કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વને ભારત પાસે અપેક્ષા, ઈન્ડસ્ટ્રીએ ફાયદો ઉઠાવવો જોઈએ
મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના મેન્યુફેકચરિંગ સેકટરમાં હવે મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર વર્લ્ડની જરૂરિયાત છે. લોકલ મેન્યુફેકચરિંગ વધારવું પડશે. વિશ્વ એક ભરોસાપાત્ર પાર્ટનરની શોધમાં છે અને ભારતને લઈને આ વિશ્વાસ વધ્યો છે. ઈન્ડસ્ટ્રીએ તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post