• Home
  • News
  • અમદાવાદ, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા; 11મી સપ્ટેમ્બરે નામ જાહેર કરાશે
post

સર્વાંગી વિકાસ થાય તેવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની નિમણૂક કરવા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:42:22

રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરોને બોલાવી કોને મ્યુનિ.માં હોદ્દેદાર બનાવવા તે અંગે સૂચન માગ્યા છે. અમદાવાદમાં સવારે 10.30 વાગ્યાથી પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે. સી. પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તેવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની નિમણૂક કરવા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી હતી.

રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે
આ અંગે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ભાજપ પ્રદેશની સૂચના અનુસાર સેન્સ લેવાશે. જેમાં 3 નિરિક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. શહેરના ધારાસભ્યો, હોદ્દેદારો અને કોર્પોરેટરોને સાંભળવામાં આવશે. સેન્સ લેવાયા બાદ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આપવામાં આવશે. રિપોર્ટ બાદ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે કે કોને શું હોદ્દો આપવો. આજે સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે.

11મી સપ્ટેમ્બરના નામ જાહેર થશે
સૌથી પહેલા પ્રદેશના પદાધિકારીઓ પાસેથી નામ અંગેનું સૂચન લેવામાં આવી છે. પ્રદેશ બાદ શહેરના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો, સંગઠનની મહિલાઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો અને સૌથી છેલ્લે કોર્પોરેટરોના મત લેવામાં આવશે. સૌથી પહેલા અમદાવાદ શહેરના ગાંધીનગર દક્ષિણ, સાબરમતી, નારણપુરા, ઘાટલોડીયા અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્યોની સેન્સ લેવામાં આવશે. જે પણ નામનું સૂચન કરવામાં આવશે તે તમામ નામોને નિરીક્ષકો દ્વારા પ્રદેશને મૂકવામાં આવશે. જે નામ 11મી સપ્ટેમ્બરના રોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં નામ જાહેર થશે.

વડોદરામાં પણ વોર્ડ પ્રમાણે અભિપ્રાયો લેવાયા...
વડોદરાને આગામી અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન આપવા માટે કાઉન્સિલરોનો અભિપ્રાય જાણવા માટે પ્રદેશ નિરીક્ષકો પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબહેન પટેલ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. સયાજીગંજ મનુભાઇ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે એક પછી એક વોર્ડના કાઉન્સિલરો, પ્રભારીઓને બોલાવી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટેના અભિપ્રાયો લીધા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post