• Home
  • News
  • સેન્સેક્સ 206 અંક વધ્યો, નિફ્ટીએ 12100ની સપાટી વટાવી
post

ભારતીય શેરબજારોની શરૂઆત સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-02 10:53:30

મુંબઈઃ ભારતીય શેરબજારોની શરૂઆત સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે થઈ છે. સેન્સેક્સ 206 અંક વધી હાલ 40999 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 47 અંક વધી 12103 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સના 30માંથી 9 અને નિફ્ટીના 50માંથી 14 શેરમાં વધારો નોંધાયો છે. ભારતી એરટેલના શેરમાં 9 ટકા ઉછાળો આવ્યો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા વધ્યો. ગ્રાસિમના શેરમાં 3 ટકા તેજી આવી. ઈન્ફોસિસ, એસબીઆઈ, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.3 ટકાથી 0.7 ટકા સુધી ચઢ્યા.

બીજી તરફ ઓએનજીસીના શેરમાં 2.5 ટકા ઘટાડો આવ્યો. ટેક મહિન્દ્રા અને બજાજ ફાઈનાન્સ 2-2 ટકા ઘટ્યા. યસ બેન્ક 1.8 ટકા નીચે આવ્યો. પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલમાં 1-1 ટકા નુકસાન જોવા મળ્યું. આઈટીસી, મારૂતિ અને એચડીએફસી બેન્કમાં 0.4 ટકાથી 0.6 ટકા સુધી ઘટાડો નોંધાયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post