• Home
  • News
  • GCCIના પૂર્વ પ્રમુખોના સરકાર સામે ગંભીર આક્ષેપ- ‘લાંચ-રુશ્વત તેની બધી જ મર્યાદા ઓળંગી રહી છે, અધિકારીઓ મુખ્યમંત્રીનું માનતા જ નથી’
post

ભ્રષ્ટાચારને કારણે ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: ચેમ્બર પ્રમુખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 11:52:19

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) ના પ્રમુખ નટુ પટેલે યોજેલી ઓનલાઇન મીટિંગમાં પૂર્વ પ્રમુખોએ કહ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગોને પહેલા ક્રમેથી 10મા ક્રમે ધકેલવામાં સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે. લાંચ-રુશ્વત મર્યાદા ઓળંગી રહી છે. અધિકારીઓ મુખ્યમંત્રી-મંત્રીઓનું માનતા નથી.

મીટિંગમાં કરાયેલા આક્ષેપો કોંગ્રેસે બહાર પાડ્યા છે. પક્ષ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાત બિઝનેસમાં પાછળ ધકેલાયું હોવાનું પૂર્વ પ્રમુખોએ જ સ્વીકાર્યું છે. ચર્ચાના બહાર આવેલા અંશો અંગે ભાસ્કરે પૂર્વ પ્રમુખ ઉત્કર્ષ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

પૂર્વ પ્રમુખો ઓનલાઇન મીટિંગમાં પૂર્વ પ્રમુખોએ કરેલા આક્ષેપો

·         નટુ પટેલ (હાલના પ્રમુખ): સરકારની ઉદ્યોગનીતિનું અર્થઘટન અધિકારી-અધિકારીએ અલગ થાય છે. લાંચ, ભ્રષ્ટાચારને કારણે ઉદ્યોગો ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં જતા રહે છે.

·         ઉત્કર્ષ શાહ: લાંચ-રુશ્વત તેની મર્યાદાઓ ઓળંગી રહી છે. પ્રમાણિક લોકો દેશ છોડી જઈ રહ્યા છે.

·         પંકજ પટેલ: ઇઝ ઓફ બિઝનેસ ડુઇંગમાં રાજ્ય 10મા ક્રમે છે, કેમ કે સરકારનો અભિગમ સારો નથી.

·         શ્રેયાંસ પંડ્યા: ઉદ્યોગો સરકારની નીતિને કારણે પાછા પડી રહ્યા છે. MSMEને પ્રોત્સાહન આપો.

·         રાજેન્દ્ર શાહ: પાવર સબસિડી નહિ મળે તો આગામી સમયમાં એક્સપોર્ટ કરવું મુશ્કેલ બની જશે.

·         મહેન્દ્ર પટેલ: વેસ્ટ ડિસ્પોઝલ અવેરનેસ માટે સરકાર પગલાં નહિ લે તો વિપરીત પરિણામો આવશે.

·         શંકર પટેલ: પ્રદૂષણને નામે ખોટી રીતે હેરાન કરાય છે. સરકારી આંટીઘૂંટીને કારણે ભ્રષ્ટાચાર વધી ગયો છે. ચીનથી આયાત ફાર્મા પ્રોડક્ટ્સમાં આત્મનિર્ભર બનવાની જરૂર છે.

·         રોહિત પટેલ: અધિકારીઓ મુખ્યમંત્રી, મંત્રીઓનું માનતા નથી. સરકાર અસરકારક રહી નથી.

·         શૈલેષ પટવારી: સિંગલ વિન્ડો સિસ્ટમનો હેતુ જળવાતો નથી. જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.

·         જયમીન વસા: વ્યાજ અને મોનેટોરિયમ પ્રશ્નો યથાવત્ છે. નાણાકીય કટોકટી સર્જાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post