• Home
  • News
  • હેડ કોન્સ્ટેબલ 7 IPSને પોલીસ મેન્યુઅલ શીખવશે અને તેનો ઓર્ડર અફસરોએ માનવો પડશે
post

અન્ય રાજ્યના અધિકારીઓને ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાત પોલીસ મેન્યુલ ભણાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:50:09

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં IPS તરીકે જોડાયેલા અધિકારીને હવે ગુજરાતની નાનામાં નાની બાબત શીખવી પડશે. તે પણ એક સામાન્ય કેડેટની જેમ જ આ ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ દરમિયાન તેમના ટ્રેનર કોઈ અધિકારી નહિં પણ એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી હશે, જેના દરેક હુકમનું પાલન હાલ આ અધિકારીઓએ તાલીમાર્થી બનીને માનવું પડશે અને તેજ ટ્રેનિંગ તેમને આગામી દિવસોમાં પોતાના ફિલ્ડમાં ઉપયોગી બનશે.

ટ્રેનિંગ કોઈ VVIP લેવલની નહીં પણ સામાન્ય પોલીસ કર્મીઓની જેમ જ આપવામાં આવશે
અલગ અલગ રાજ્યોમાંથી UPSC પાસ કર્યા બાદ IPS બનનાર અધિકારીઓ પોતાની ટ્રેનિંગ પુરી કર્યા બાદ ગુજરાત આવ્યા છે. આ અધિકારીઓ હવે ગુજરાતમાં રહીને ગુજરાત પોલીસના પાઠ ભણવા પડશે. 7 IPS અધિકારીઓની ટ્રેનિંગ કરાઇ પોલીસ એકેડમીમાં શરૂ થઈ છે. પણ આ ટ્રેનિંગ કોઈ VVIP લેવલની નહીં પણ સામાન્ય પોલીસ કર્મીઓની જેમ જ આપવામાં આવશે. આ અધિકારીને પણ રોજ વહેલા ઉઠવાનું પોતાના બેરેકમાં સમયસર જતું રહેવું પડશે. તેની સાથે તેમને ટ્રેનિંગ આપતા પોલીસ કર્મીનું મન પણ જાળવવું પડશે. કારણ કે તેઓ હાલ તાલીમાર્થી છે.

કરાઈ પોલીસ એકેડમીના આઈ.જી.પી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, નવા આવેલા આઈપીએસ અધિકારીને તેમને ટ્રેનિંગ આપતા હેડ કોન્સ્ટેબલનું પણ માન રાખવું પડશે. તેની સાથે દરેક પોલીસ મેન્યુઅલ અને એકેડમીમાં નિયમોનું પાલન કરવું પડશે. મારી મંજૂરી વિના તેઓ એકેડમીમાં બહાર જઇ શકશે નહીં 

કોણ કોણ IPS ટ્રેનિંગમાં જોડાશે
1.
અતુલકુમાર બંસલ
2.
અભિષેક ગુપ્તા
3.
જગદીશ બંગારવા
4.
જંગમ કુલદીપ
5.
શ્રીપાલ સેસમા
6.
વિજયસિંગ ગુર્જર
7.
વિશાખા દબરાલ

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post