• Home
  • News
  • એલઆરડી મુદ્દે સાત મહિલા હજુ ઉપવાસ પર, એક બેભાન
post

ઠરાવ રદ કરવાથી નુકસાન થતું હોવાથી તે રદ ન કરવાની માગ સાથે બિન અનામતની 400 ઉમેદવારોનાં ધરણાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:25:35

ગાંધીનગરઃ અનામતની માગ કરી રહેલી યુવતીઓની સાથે સરકારે કોઇ જ વાતચીત કરી નહી હોવાનું યુવતીઓએ જણાવ્યું છે ત્યારે પોતાની માગ સાથે હજુ 7 યુવતી ઉપવાસ ઉપર બેઠી છે, જેમાંથી એકની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણય બાદ પોતાની આગામી લડતનું આયોજન કરશે તેવી જાહેરાત બિન અનામત અને અનામતની લડત કરી રહેલી યુવતીઓએ કરી છે.

સાત યુવતીઓ-એક યુવક ઉપવાસ ઉપર
એલઆરડી ભરતીમાં અનામતના મુદ્દે અન્યાય થયાની વાતે લડત લડી રહેલી યુવતીઓની સાથે સરકારે કોઇ જ વાતચીત કરી નથી. ઉપરાંત રાજકીય નેતાઓએ મુલાકાત લઇને આગામી બે કે ત્રણ દિવસમાં ઠરાવ રદ થશે તેવી ખાતરી આપવા છતાં છ છ દિવસ સુધી સરકાર તરફથી કોઇ જ નિર્ણય લેવાયો નથી. ત્યારે પોતાની માંગણી સાથે સાત યુવતીઓ અને એક યુવક સહિત કુલ આઠ વ્યક્તિઓ ઉપવાસ ઉપર બેઠા છે. જેમાંથી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલાં ભાવનાબેન મકવાણાની તબિયત લથડતા છેલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.

આગામી લડત કાર્યક્રમની રણનીતિ તૈયાર
બીજી તરફ ઠરાવ રદ કરવાથી કેટલી યુવતીઓને નુકશાન થશે તેવી માગણી સાથે લડત ચલાવી રહેલી 400 જેટલી બિન અનામતની ઉમેદવારો સ્વર્ણિમ પાર્ક ખાતે ધરણાં ઉપર બેઠી છે. વિરોધ કરી રહેલી યુવતીઓમાં સરકાર સાથે વાતચીત અંગે દિનેશ બાંભણિયાને પૂછતા જણાવ્યું છે કે, બિન અનામતની અગાઉ રજૂઆતમાં રહેલી ત્રુટિઓની પુર્તતા કરવા માગણી કરવામાં આવી છે. ઉપરાંત સરકારના નિર્ણયના આધારે આગામી લડત કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાશે અને જરૂર પડશે તો ફરી આંદોલન પરણ કરીશું.

બિન અનામત વર્ગની અન્ય બે મહિલાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાઈ
ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે એલઆરડી મામલે લાંબા સમયથી લડત લડી રહેલી બિન અનામત વર્ગની અંદાજે 400 જેટલી મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. રવિવારે આંદોલન છાવણીમાં વિરોધમાં સામેલ 400માંથી 2 મહિલાને પણ પેટમાં દુખાવો શરૂ થયો હતો. અચાનક તબિયત લથડી પડતા અન્ય મહિલાઓએ ઇમરજન્સી સેવા 108ને ફોન કરીને બોલાવી હતી ત્યારબાદ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગાયત્રીબેન પટેલ અને ડિમ્પલબેન પટેલને પેટમાં દુખાવો થતો હોવાનું મહિલા ઉમેદવારોએ જણાવ્યું છે. રાજ્ય સરકારે રવિવારે સાંજે એલઆરડીના પરિપત્ર અંગે જાહેરાત કરી હોવા છતાં બિન અનામત વર્ગની મહિલાઓ પોતાની માગણીને લઈને અડગ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post