• Home
  • News
  • યુરોપા લીગ ફાઇનલ:સેવિલા રેકોર્ડ છઠ્ઠીવાર ચેમ્પિયન, ઇન્ટર મિલાનને 3-2થી હરાવ્યું, છેલ્લી 9માંથી 6 વખત સ્પેનિશ ક્લબ ચેમ્પિયન રહી
post

સ્પેનિશ ક્લબ સેવિલા માટે લ્યૂક ડી યોન્ગે 2 અને ડિયેગો કાર્લોસે 1 ગોલ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 11:54:38

સ્પેનિશ ફૂટબોલ ક્લબ સેવિલાએ સતત છઠ્ઠીવાર યુરોપા લીગ જીતી છે. ફાઇલનમાં તેણે ઇટાલીની ક્લબ ઇન્ટર મિલાનને 3-2થી હરાવી. આ મેચ કોરોના મહામારીને કારણે જર્મનીના કોલોન શહેરમાં ખાલી સ્ટેડિયમમાં રમાઇ હતી. સેવિલાએ અત્યાર સુધી સૌથી વધુ 6 વખત અને મિલાને 3 વખત યુરોપા લીગ જીતી છે. સેવિલા છઠ્ઠીવાર ફાઇનલમાં રમી રહી હતી. એટલે કે ફાઇનલમાં પહોંચીને આ ટીમ ક્યારેય હારી નથી.

છેલ્લા 9માંથી 6 વખત સ્પેનિશ ક્લબ વિજયી રહી છે. તેમાં સેવિલા સૌથી વધુ 4 વખત ચેમ્પિયન રહ્યું. આ સ્પેનિશ ક્લબે 2014, 2015 અને 2016માં સતત ત્રણ વખત જીત હાંસલ કરી હતી. જ્યારે 9માંથી 3 વખત ઇંગ્લેન્ડની ટીમોનો વિજય થયો.

ફાઇનલમાં શરૂઆતથી જ રોમાંચ
દર્શકો વિના રમાયેલી આ ફાઇનલ મેચ શરૂઆતથી રોમાંચક રહી. મેચની પાંચમી મિનિટમાં પ્રથમ ગોલ મિલનના રોમેલુ લુકાકૂએ પેનલ્ટીથી કર્યો હતો. ત્યાર બાદ 12મી મિનિટમાં સેવિલાના લ્યૂક ડીયોન્ગે ગોલ કરતા મેચ 1-1થી બરાબર કરી.

પ્રથમ હાફમાં 4 ગોલ થયા
મેચનો ત્રીજો ગોલ સેવિલાના ડીયોન્ગે 33મી મિનિટમાં કરતાં ટીમને 2-1થી લીડ મળી. જો કે તેની બે મિનિટ બાદ જ મિલાનના ડિયેગો ગોડિને ગોલ કરતા ફરી એકવખત મેચ 2-2ની બરાબરી પર આવી ગઇ. ત્યાર બાદ બીજા હાફમાં એક જ ગોલ થયો. આ વિજયી ગોલ સેવિલા માટે ડિયેગો કાર્લોસે 74મી મિનિટમાં કર્યો હતો.