• Home
  • News
  • NRC પર શાહની જાહેરાત- કોઇને ડરવાની જરૂર નથી, તેને સમગ્ર દેશમાં લાગૂ કરીશું
post

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે NRC મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 16:43:24

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે NRC મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. સાંસદોના સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યું કે તેનાથી કોઇ ધર્મને ડરવાની જરૂર નથી. મોટી જાહેરાત કરતા શાહે કહ્યું કે NRC ના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને સમગ્ર દેશમા લાગૂ કરવામાં આવશે.

તેમણે ધર્મના આધાર પર NRCમાં ભેદભાવ કરવાની આશાંકને નકારી દીધી હતી. આ એક પ્રક્રિયા છે જે દેશના દરેક નાગરિકો NRC લિસ્ટમાં સામેલ થઇ શકે. NRCમાં એ પ્રકારની કોઇ જોગવાઇ નથી કે જેના આધાર પર કહેવામાં આવે કે કોઇ ધર્મ વિશેષના લોકોને તેમા સામેલ કરવામાં નથી આવ્યા.

અમિત શાહે કહ્યું કે દરેક નાગરિક ભલે તેમનો ધર્મ જે કોઇ હોય, તેઓ NRC લિસ્ટમાં સામેલ થઇ શકે છે. NRC એક અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંશોધન ખરડો એક અલગ પ્રક્રિયા છે. બન્નેને એકસાથે ન રાખી શકાય.

સૈયદ નાસિર હુસેનના સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઇ, પારસી શરણાર્થીઓને નાગરિકતા મળશે. તેના મટે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ અલગથી છે જેના લીધે આ શરણાર્થીઓને નાગરિકતા મળી શકે. તેમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના આધાર પર ભેદભાવનો શિકાર થવું પડ્યું હતું.